મોરબીના રણછોડનગર સેન્ટમેરી સ્કૂલ પાછળથી વિદેશી દારૂની ૪ બોટલ સાથે એક ઈસમને ઝડપી લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સેન્ટમેરી સ્કૂલ પાછળ રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ નજીકથી શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની કોથળી છુપાવીને જતા એક ઇસમને રોકી તેની તલાસી લેતા પ્લાસ્ટિકની બેગમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની વેચાણ માટે રાખેલ ૪ નંગ બોટલ મળી આવી હતી, જેથી બી ડિવિઝન પોલીસે આરોપી કિશનભાઈ દિલીપભાઈ કાનાબાર ઉવ.૨૬ રહે.બ્લોક નં.૨૦ જલારામ એપાર્ટમેન્ટ રણછોડનગરવાળાની વિદેશી દારૂની ૪ બોટલ કિ.રૂ.૨,૭૮૪/- સાથે અટક કરી આગળની તપાસ ચલાવી છે.