મોરબી શહેર પોલીસે પૂર્વ બાતમીને આધારે માધાપર વિસ્તારમાં રહેણાંક મકાનની સામે ખુલ્લા પ્લોટમાં જમીનમાં દાટેલી વિદેશી દારૂની ૫ બોટલ પકડી લેવામાં આવી છે. આ સાથે પોલીસે એક ઇસમની અટકાયત કરી હતી.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે સાહિલ હિતેશભાઈ વિઠ્ઠલાપરા પોતાના રહેણાંક મકાનની સામે આવેલ ખુલ્લા પ્લોટમાં ખાડો કરી તેમાં ઈંગ્લીશ દારૂની બોટલો રાખી તેનું વેચાણ કરે છે, જે બાતમીને આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા, જ્યાંથી જમીનમાં દાટેલી વિદેશી દારૂ રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચની ૫ બોટલ કિ.રૂ.૫,૫૦૦/-મળી આવી હતી. આ સાથે પોલીસે આરોપી સાહિલ હિતેશભાઈ વિઠ્ઠલાપરાની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.