મોરબીના વીસીપરા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય ત્યારે નવલખી ફાટક નજીક બાવળની કાંટમાં પ્લાસ્ટિકના બાચકા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભેલ એક ઇસમને રોકી, પોલીસે તેની પાસે રહેલ બાચકાની તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂ ઓરેન્જ વોડકાની ૬ બોટલ મળી આવતા, તુરંત આરોપી સંજયભાઈ ચંદુભાઈ પરેસા ઉવ.૨૨ રહે. સેન્ટમેરી સ્કૂલની બાજુમાં મફતિયાપરા મોરબી વાળાની અટકાયત કરવામાં આવી હતી, આ સાથે પકડાયેલ આરોપીએ આ ઈંગ્લીશ દારૂની બોટલ સુનિલભાઈ સવજીભાઈ સોલંકી પાસેથી ખરીદ કરી હોવાનું જણાવતા, પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.