મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે બાતમીને આધારે લાલપર ગામ નજીક વિનય હેર આર્ટ નામની દુકાનમાં રેઇડ કરીને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની સાત બોટલ સાથે હેર-કટિંગના ધંધાર્થીને પકડી લેવામાં આવ્યો હતો, જ્યારે પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી, જેથી પોલીસે સપ્લાયર આરોપીને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી ફરાર આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસને ખાનગીરાહે હકીકત મળી કે લાલપર ગામ નજીક સોમાણી બાથવેરની સામે આવેલ વિનય હેર કટીંગની દુકાનવાળો પોતાની દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે જે મુજબની મળેલ બાતમીને આધારે ઉપરોક્ત વિનય હેર આર્ટ નામની દુકાનમાં રેઇડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે દુકાનમાં બેસવા માટેના નાના સોફાની અંદર રાખેલ કાળા થેલાની અંદર ચેક કરતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭ નંગ બોટલ કિ.રૂ.૭,૭૯૦/-મળી આવી હતી, જેથી આરોપી હિમાંશુ મુકેશભાઈ રાઠોડ હાલરહે. રવાપર રોડ ક્રિષ્ના સ્કૂલ પાસે સદગુરુ સોસાયટી મૂળ રહે.જામજોધપુર ખોજારોડ જી.જામનગરવાળાની ધરપકડ કરવામાં આવી હતી, પકડાયેલ આરોપી હિમાંશુની વિદેશી દારૂ અંગે પૂછતાછ કરતા પોતે લીલાપર રોડ ઉપર રહેતા હાર્દિક અજયભાઈ સોલંકી પાસેથી વિદેશી દારૂ લઈ આવી દુકાનમાં છૂટક દારૂની બોટલનું વેચાણ કરતો હોવાની કબૂલાત આપી બાટી, ત્યારે હાલ હાજર નહીં મળી આવેલ આરોપી હાર્દિકને ફરાર જાહેર કરી બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ શરૂ કરી છે.