એલસીબી પોલીસ ટીમે બિયરના ૬૦ ટીન કબ્જે કર્યા
મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા પંચાસર રોડ ઉપર ભારતપરા શેરી-૧ ના રહેણાંક મકાનમાં પૂર્વ બાતમીને આધારે રેઇડ કરવામાં આવી હતી, એલસીબી પોલીસે સ્થળ ઉપરથી ૬૦ બિયરના ટીન સાથે મકાન માલીક શખ્સની અટકાયત કરી હતી. આ સાથે બિયરના ટીનનો જથ્થો વેચાણથી આપનાર રાજકોટના એક ઇસમનું નામ ખુલતા તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝનમાં ગુનો નોંધાવી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના પંચાસર રોડ ભારતપરા શેરી નં.૧ માં રહેતો મુસ્તુફા ઉર્ફે મુસ્તાક ઉર્ફે ઝેરીએ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે ઉતાર્યા હોવાની મળેલ બાતમીને આધારે એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા ઉપરોક્ત સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો, ત્યારે દરોડા દરમિયાન પોલીસને રહેણાંક મકાનમાંથી કિંગફિશર બિયરના ૬૦ ટીન કિ.રૂ.૬,૦૦૦/-મળી આવતા હાજર આરોપી મુસ્તુફા ઉર્ફે મુસ્તાક ઉર્ફે ઝેરી ઓસમાણભાઈ સોલંકી ઉવ.૨૩ ની ધરપકડ કરી હતી. જ્યારે પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં બિયરનો જથ્થો રાજકોટ માધાપર ચોકડી પાસે રહેતો મૂળ મોરબીવાળા નઝીરભાઈ રાહીમભાઈ સુમરા સંધી પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે, સાથે બંને આરોપીઓ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.