Monday, April 6, 2026
HomeGujaratમોરબી: શનાળા રોડ સ્થિત હાઉસીંગના રહેણાંકમાંથી ૨.૮૯ લાખના વિદેશી દારૂ સાથે એક...

મોરબી: શનાળા રોડ સ્થિત હાઉસીંગના રહેણાંકમાંથી ૨.૮૯ લાખના વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, બે ફરાર

મકાન માલીક સહિત ત્રણ લોકોએ ભાગીદારીમાં ચાલુ કર્યો હતો દારૂ વેચવાનો કાળો કારોબાર.

- Advertisement -
- Advertisement -

મોરબીના શનાળા રોડ સ્થિત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ઉદયરાજસિંહ પરમારના રહેણાંક મકાનમાં પોલીસ દરોડા દરમિયાન મોંઘીદાટ વિદેશી દારૂની ૧૦૪ બોટલ મળી આવી હતી. દરોડામાં એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે મકાન માલીક સહિત બે આરોપીઓ રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી એ ડિવિઝન પોલીસે ત્રણેય ભાગીદાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

મોરબી શહેરના શનાળા રોડ સ્થિત હાઉસિંગ બોર્ડના બ્લોક નં. એમ-૧૫૬ના રહેણાંકમાં મકાન માલીક ઉદયરાજસિંહ પરમાર તથા ધર્મેન્દ્ર દેવાયતકા ભાગીદારીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી તેનું વેચાણ કરતા હોય જે મુજબની સીટી એ ડિવિઝન પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે દરોડો પાડતા, રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડની મોંઘીદાટ વિદેશી દારૂની કુલ ૧૦૪ બોટલ કિ.રૂ.૨,૮૯,૮૧૦/- મળી આવી હતી. આ સાથે પોલીસે એક આરોપી ધર્મેન્દ્રભાઈ રોહિતભાઈ વાલજીભાઈ દેવાયતકા ઉવ.૨૭ રહે. એમ-૪૦/૨૧૯ ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી વાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરી હતી.

પકડાયેલ આરોપીની પૂછતાછમાં આરોપી મકાન માલિક ઉદયરાજસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર અને અન્ય સિદ્ધરાજસિંહ જયદીપસિંહ જાડેજા રહે.શકત શનાળા વાળા એમ ત્રણેયે ભાગીદારીમાં આ વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે તે બન્ને આરોપીઓને ફરાર જાહેર કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!