મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ભડિયાદ ગામ નજીક ભડિયાદ કાંટા પાસે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલ ઇસમને રોકી તેની અંગઝડતી લેતા, પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની બે બોટલ કિ.રૂ. ૨,૬૦૦/-મળી આવી હતી, જેથી પોલીસે આરોપી ચિરાગભાઈ પ્રવીણભાઈ ઉર્ફે પ્રભુભાઈ કાવર રહે. વેલોજા રંગપર ગામની સીમમાં તા.મોરબી વાળાની અટક કરી હતી, જ્યારે સહઆરોપી હિતેશ ઉર્ફે વિપુલ ઉર્ફે ટકો રાજુભાઇ મુંધવા રહે. શોભેશ્વર રોડ મોરબી વાળો સ્થળ ઉપર હાજર મળી આવ્યો ન હોય જેથી તેને ફરાર દર્શાવી તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.