મોરબીના ભરતનગર ગામ નજીક અજાણ્યા બોલેરો ચાલક દ્વારા બાઇકને હડફેટે લેતા, બાઇક સવાર બે મિત્રોને અકસ્માત નડ્યો હતો, જેમાં બાઇક ચાલક યુવકને પગમાં ઇજા પહોંચી હતી, જ્યારે બાઇકની પાછળની સીટમાં બેસેલ અન્ય યુવકને માથામાં ગંભીર ઇજા પહોચતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી અજાણ્યો બોલેરો કારનો ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદ જીલ્લાના લાઠીદળ ગામના વતની અને હાલ મોરબી વીસીપરામાં આવેલ પટેલ બોર્ડિંગમાં રહેતા મીતકુમાર મહેશભાઇ માથોળિયા ઉવ-૧૮ અને તેનો મિત્ર પૂજનભાઈ દિલીપભાઈ રૂડાણી ગયી તા. ૨૭/૦૩ના રોજ બપોરના અરસામાં મોટરસાયકલ રજી.નં. જીજે-૧૩-એમએમ-૮૫૪૩ લઈને જતા હોય ત્યારે મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર ભરતનગર ગામ નજીક આરોપી સફેદ રંગનુ બોલેરો પીકઅપવાળુ પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી મિતભાઈના બાઇકને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં બાઇક ચાલક મિતભાઈને પગમાં ઇજાઓ પહોંચી હતી, જ્યારે પાછળની સીટ ઉપર બેઠેલ પૂજનભાઈને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા, પૂજનભાઈને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન પૂજનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અકસ્માત સર્જી અજાણ્યો બોલેરો ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો, ત્યારે બાઇક ચાલક મિતભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.