મોરબી નાની વાવડી નજીક પંચાસર જવાના ગાડા માર્ગ કેનાલ પાસેથી વિદેશી દારૂની ૩૭૫એમએલની ૭ બોટલ સાથે એક ઇસમને એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે આરોપીની સઘન પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણથી આપી ગયેલ શખ્સનું નામ ખુલવા પામ્યું હતું.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન નાની વાવડી ગામ નજીક કબીર આશ્રમથઈ પંચાસર જતા ગાડા માર્ગે કેનાલ રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં ઉભેલ ત્રણ શખ્સો પૈકી બે શખ્સો બકવાસ કરતા હોય ત્યારે ત્રણેય શખ્સોને રોકી તેની તલાસી લેતા ઉપરોક્ત બકવાસ કરતા બંને આરોપીઓએ કેફી પીણું પીધેલી હાલતમાં હોય તેમજ ત્રીજા શખ્સ પાસે રહેલ ઠેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૩૭૫એમએલની ૭ બોટલ મળી આવી હતી. જેથી આરોપી ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા ઉવ.૪૧ રહે.નાની વાવડી મારુતિનગર શેરી નં.૧ વાળાની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા તેની આગવી ઢબે પૂછતાછ કરતા વિદેશી દારૂનો જથ્થો મોરબીના રણછોડનગરમાં રહેતા સાગરભાઈ ધીરુભાઈ ચાવડા પાસેથી વેચાણ કરવાના ઇરાદે લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે આરોપી સાગરભાઈ ચાવડાને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
જ્યારે ઉપરોક્ત આરોપી ભરતસિંહ સાથે રહેલા બંને આરોપી કે જેઓ કેફી પ્રવાહી પીધેલા હોય જેમાં પરેશભાઈ ગભાભાઈ ગોહિલ ઉવ.૩૦ તથા જીજ્ઞેશભાઈ વિનુભાઈ સરવૈયા ઉવ.૩૩ સામે અલગથી કેસ કરી ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.