પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧૦નાં રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન મોરબીનાં લગધીરપુર રોડ પર મેટ્રોસીટી સીરામીક નજીક કાચા રસ્તા પરથી બજાજ પ્લેટીના બાઈક નં. જીજે-૩-ઈડી-૫૬૯૫ (કિ.રૂ.૧૦,૦૦૦/-) વાળામાં ગેરકાયદેસર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂ મુનવોક ઓરેન્જ વોડકાની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ ૦૨ (કિં.રૂ.૬૦૦/-) સાથે આરોપી જીજ્ઞેશભાઈ મનસુખભાઈ મહેમદાવાદી (ઉ.વ.૨૧, રહે. સો ઓરડી શેરી નં. ૨ સામાકાંઠે મોરબી) વાળાને ઝડપી પાડી દારૂની બોટલો તથા બાઈક મળી કુલ કિં.રૂ.૧૦,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.