Friday, November 29, 2024
HomeGujaratમોરબી : રિક્ષામાં ઉલટી કરવાના બહાને આધેડના ખિસ્સામાંથી એક લાખ સેરવી લીધા

મોરબી : રિક્ષામાં ઉલટી કરવાના બહાને આધેડના ખિસ્સામાંથી એક લાખ સેરવી લીધા

રીક્ષા ચાલક સહિત ત્રણ શખ્સોએ ચાલાકીથી આધેડને લૂંટી લીધા

- Advertisement -
- Advertisement -

મોરબી :મોરબીના જેતપર (મચ્છુ) ગામ બસ સ્ટેશન પાસેથી રોડ ઉપર રીક્ષામાં મુસાફરી દરમિયાન રીક્ષા ચાલક સહિત ત્રણ શખ્સોએ તેમની રિક્ષામાં બેઠેલા આધેડને ચાલાકીથી છેતર્યા હતા. જેમાં રિક્ષામાં ઉલટી કરવાના બહાને આધેડના ખિસ્સામાંથી એક લાખ કાઢી લીધા હતા.

મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રવિણભાઇ આંબાભાઇ જસાપરા ઉવ. ૪૪ ધંધો ખેતી રહે ખાખરેચી ગામ તા.માળીયા (મીયાણા) એ એક સી.એન.જી. રીક્ષા લીલા કલરની પીળા હુડ વાળીનો ચાલક તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા-૧૧/૦૭/૨૦૨૨ના રોજ બપોરના ત્રણેક વાગ્યા વખતે જેતપર (મચ્છુ) ગામ બસ સ્ટેશન પાસેથી રોડ ઉપર રિક્ષામાં મુસાફરી દરમિયાન ફરીયાદીના પેન્ટના ખીચામાંથી અજાણ્યા એક માણસ ઉવ. ૩૦થી ૩૫ વર્ષ શરીરે જાડો વાળાએ ઉલટીનુ બહાનું કાઢી ફરીયાદીના પગ પર પોતાનુ મોઢુ રીક્ષામાંથી બહાર કાઢી ફરીયાદીના ખીસામાં રાખેલ એક લાખ રૂપીયા ફરીયાદીની નજર ચુકવી સેરવી ચોરી કરી લઇ લીધેલ હોય અને સાથેના રીક્ષા ચાલક તથા અજાણ્યા માણસે ગુના માં એક બીજાને મદદગારી કરી હોવાનું જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!