મોરબી તાલુકા પોલીસ દ્વારા માળીયા હાઇવે નજીક લક્ષ્મીનગર ગામ પાસે બોલેરો વાહનમાં ક્રૂરતાપૂર્વક બળદોને બાંધીને કતલખાને લઇ જવાના ઇરાદે હેરાફેરી કરી લઈ જતાં એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે તેનો સાથી ફરાર થઈ ગયો છે. હાલ તાલુકા પોલીસે બોલેરો વાહન કબ્જે લઈ અબોલ પશુઓને પાંજરાપોળ ખાતે ખસેડવા કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ, ફરીયાદી રામજીભાઇ શીવાભાઇ મૈયારા ઉવ.૨૬ રહે. રવાપર નદી તા. મોરબી વાળા દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં તા. ૧૯/૧૦ના રોજ સાંજે મોરબી-માળીયા હાઇવે રોડ ઉપર લક્ષ્મીનગર ગામ નજીકના સીએનજી પંપ પાસે એક મહેન્દ્રા બોલેરો રજી.નં. જીજે-૧૩-એટી-૩૩૫૧ રોકી તપાસ કરતા બોલેરોના પાછળના ભાગમાં બળદ (ગૌવંશ) જીવ નંગ-૨ ક્રૂરતાપૂર્વક નાના દોરડાથી હાથ-પગ અને મોઢું બાંધી કોઈ પાસ પરમીટ કે આધાર વિના અબોલ પશુઓની કતલખાને કે અન્ય કોઈ હેતુસર હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું હતું. આથી તાલુકા પોલીસે આરોપી જીવણભાઇ સંતુ માનઠાકુર ઉવ.૨૫ મૂળ રહે. ખુળદી તા. મઉ જી. ઇન્દોર એમ.પી. જે હાલ શનાળા ગામની સીમમાં ઉપેશભાઇ હીરજીભાઇ પાડલીયાની વાડીમાં રહે છે, તેને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે બોલેરોમાં બાજુમાં બેઠેલો આરોપી ઈસમ જેના મોબાઇલ નં. ૭૭૭૮૦ ૩૦૪૭૭ વાળો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસે બોલેરો વાહન તેમજ બંને ગૌવંશોને કબજે લીધા છે અને ફરાર આરોપીની શોધખોળ ચાલુ કરી છે.