મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ પ્રજાપત કારખાના પાસે જાહેરમાં પાસ પરવાના વગરની જામગરી બંદૂક સાથે એક ઇસમને સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી-૨ વીસીપરામાં એક ઈસમ બંદૂક સાથે આંટાફેરા મારતો હોવાની પૂર્વ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે તપાસ કરતા, આરોપી સાગરભાઈ ચતુરભાઈ દારોદરા ઉવ.૪૩ રહે.વીસીપરા ગુલાબનગર વાળાને પાસ પરમીટ વગરની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક કિ.રૂ.૨ હજાર સાથે પકડી લેવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે આરોપી વિરુદ્ધ હથિયાર ધારો તથા જીપી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગની તપાસ ચલાવી છે.