Friday, April 19, 2024
HomeGujaratમોરબી : મહેન્દ્રનગર ચોકડી નજીકથી દેશી તમંચા-કાર્ટીસ સાથે એક ઝડપાયો

મોરબી : મહેન્દ્રનગર ચોકડી નજીકથી દેશી તમંચા-કાર્ટીસ સાથે એક ઝડપાયો

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી. બી.જાડેજાની ટીમ સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી સંદર્ભે પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહેન્દ્રનગર ચોકડી પાસે એક ઇસમ દેશી તમંચા સાથે ઉભો હોવાની બાતમી મળતા ટીમે તુરંત સ્થળ પર તપાસ કરતા આરોપી દર્શન મહેશભાઈ ડાભી (ઉ.વ.૨૧, રહે હાલ શકત શનાળા તા. મોરબી, મૂળ રહે દળવા જી. ભાવનગર) વાળાને દેશી બનાવટનો લોખંડનો તમંચો નંગ ૧ કિં.રૂ. ૫,૦૦૦/- અને જીવતો કાર્ટીસ નંગ ૧ કિં.રૂ ૧૦૦/- એમ કુલ મળી રૂ.૫,૧૦૦/- નાં મુદામાલ સાથે પકડી પાડી તેની વિરૂદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પો.સ્ટે. માં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં એલસીબી ટીમના વી. બી. જાડેજા, દિલીપભાઈ ચૌધરી, સંજયભાઈ મૈયડ, ચંદુભાઈ કણોતરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઈ મિયાત્રા, વિક્રમભાઈ કુંગસીયા વિગેરે જોડાયેલ હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!