મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરા તરફથી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ ચૂંટણી દરમિયાન શાંતિમય વાતાવરણ જળવાઇ રહે જે અનુસંધાને મોરબી જિલ્લામાં ગે.કા.હથિયારો રાખી અસમાજીક પ્રવૃતિ કરતા ઇસમો શોધી કાઢી ધોરણસર કાર્યવાહી કરવા સુચના મળતા મોરબી એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેકટર જે.એમ.આલ ના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમિયાન પો.કોન્સ. સતિષભાઇ સુખાભાઈ ગરચર તથા યોગેશદાન જીતસંગ ગઢવી ને મળેલ સંયુક્ત બાતમી આધારે મોરબી લીલાપર રોડ, હોથીપીરની દરગાહ પાસેથી આરોપી સિદીકભાઇ અબ્બાસભાઇ આગરીયા (ઉ.વ.૨૬, ધંધો વેપાર (ફર્નિચર) , રહે.હળવદ રેલ્વે સ્ટેશન રોડ, સુતાર સમાજની વાડીની બાજુમાં તા.હળવદ જી.મોરબી) વાળાને ગે.કા. દેશી બનાવટની પિસ્તોલ નંગ-૧, કિં.રૂ.૧૦,૦૦૦/- સાથે પકડી પાડી આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં મોરબી એસ.ઓ.જી.સ્ટાફ એ.એસ.આઇ. રણજીતભાઇ બાવડા તથા કિશોરભાઇ મકવાણા તથા પો.હેડ કોન્સ. રસિકભાઈ કડીવાર તથા પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ વાધડિયા તથા સતિષભાઇ ગરયર, યોગેશદાન ગઢવી તથા વુમન લોકરક્ષક પ્રિયંકાબેન પૈજા વિગેરેએ કરેલ છે.