પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૬ના રોજ મોરબીમાં નવલખી રોડ પર કુબેરનગરના ગેઇટ પાસેથી ધીરજભાઇ ગોવીંદભાઇ ચાવડાને ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હીસ્કીની બે બોટલો (કિં.રૂ.૬૦૦/-) સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિદેશી દારૂની બોટલો જપ્ત કરી આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી ધીરજભાઈની અટકાયત કરી છે.