Monday, October 14, 2024
HomeGujaratમોરબી:જલારામ એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂ-બિયરના જંગી જથ્થા સાથે એકની અટક,ભાગીદાર ફરાર

મોરબી:જલારામ એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂ-બિયરના જંગી જથ્થા સાથે એકની અટક,ભાગીદાર ફરાર

મોરબી ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂની ૪૦૪ બોટલ તથા બિયરના ૧૬૪ ટીન કબ્જે કર્યા

- Advertisement -
- Advertisement -

મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરતા નવલખી રોડ ઉપર રણછોડનગરમાં આવેલ જલારામ એપાર્ટમેન્ટના રૂમમાંથી તેમજ એપાર્ટમેન્ટના ફળીયામાં ભોંયતળીયે બનાવેલ ગુપ્ત ભોંયરામાંથી વિદેશી દારૂ-બિયરનો અલગ અલગ બ્રાન્ડનો કુલ ૫૬૮ બોટલ તથા બિયરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો આ સાથે આરોપી રૂમ માલીક શખ્સની અટકાયત કરવામાં આવી હતી જ્યારે દારૂના કાળા કારોબારમાં ભાગીદાર એવા નાની વાવડી ગામનો આરોપી કે જે દરોડા દરમિયાન હાજર મળી ન આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મોરબી એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળેલ કે રણછોડનગરમાં આવેલ જલારામ એપાર્ટમેન્ટમાં સાગરભાઈ પલાણ નામનો શખ્સ પોતાની રૂમમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ઉતરેલ છે, જે મુજબની બાતમી મળતા તુરંત ઉપરોક્ત જલારામ પાર્ક યુનિટ-૨એપાર્ટમેન્ટના રૂમ નં.૧૫ માં રેઇડ કરતા ત્યાંથી માત્ર બે અલગ અલગ બ્રાન્ડની ૨૪ બોટલ મળી આવી હતી ત્યારે અન્ય વિદેશી દારૂના જથ્થા બાબતે રૂમ માલીક સાગરભાઈ પલાણની આગવી ઢબે સઘન પૂછતાછ કરતા એપાર્ટમેન્ટના ફળીયાની દીવાલની બાજુમાં ભોંયતળીયે ગુપ્ત ભોંયરા જેવામાંથી વધારાનો વિદેશી દારૂ-બિયરનો અલગ અલગ બ્રાન્ડનો જથ્થો કાઢી આપ્યો હતો. એલસીબી પોલીસે સ્થળ ઉપરથી કુલ વિદેશી દારૂની ૪૦૪ બોટલ તથા બિયરના ૧૬૪ નંગ ટીન જેની કુલ કિ.રૂ.૨,૭૮,૮૦૨/-ના મુદ્દામાલ સાથે આરોપી સાગરભાઈ કાંતિભાઈ પલાણ ઉવ.૩૨ રહે. જલારામ એપાર્ટમેન્ટ રૂમ નં.૧૫ વાળાની અટક કરી હતી. બીજીબાજુ વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યા અંગેની પૂછપરછમાં નાની વાવડી ગામે રહેતા કૌશિક નિમાવત કે જેની સાથે ભાગીદારી હોય તે આ વિદેશી દારૂનો જથ્થો આપી ગયો હોવાની કબુલાત આપી હતી. હાલ એલસીબી પોલીસે આરોપી કૌશિક નિમાવતને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!