Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી:ડિટેઇન કરેલા બિનવારસી વાહનના માલિકોએ આધાર પુરાવા સાથે કોર્ટમા અરજી કરવી:જુઓ લિસ્ટમાં...

મોરબી:ડિટેઇન કરેલા બિનવારસી વાહનના માલિકોએ આધાર પુરાવા સાથે કોર્ટમા અરજી કરવી:જુઓ લિસ્ટમાં તમારું વાહન તો નથી ને?

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના રીપોર્ટ અનુસાર મોટર વ્હીકલ એક્ટની કલમ-૨૦૭ અન્વયે ૪૧ વાહનો,જીપી એક્ટ ૮૨(૨) અન્વયે ત્રણ જેટલા તેમજ વાંકાનેર સીટી માં CRPC ૧૦૨ અન્વયે પાંચ જેટલા બિનવારસી તેમજ બિનધણીયાતા મુદામાલનો યોગ્ય નિકાલ કરવાનો છે.

- Advertisement -
- Advertisement -

જેથી આ મુદામાલ જે કોઇપણ શખ્સ પોતાનો હોવાનો દાવો ધરાવતા હોય, તેમણે ૩ માસની અંદર માલિકીના આધાર પુરાવા દસ્તાવેજ સાથે અત્રેની કોર્ટ અને મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રીની કચેરી વાંકાનેર ખાતે અરજી કરવાની રહેશે.

આ બિનવારસી મુદામાલના કોઇ માલિક રજુ નહીં થાય તો તમામ મુદામાલ સરકારમા ખાલસા કરવામા આવશે. જેની દરેકે નોંધ લેવા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ યુ. વી. કાનાણીની યાદીમાં જણાવાયું છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!