મોરબીના શનાળા રોડ આઈસ્ક્રીમની દુકાનમાં પાલિકાએ નાશ કરેલા આઈસ્ક્રીમ નો આંકડો જ પાલિકા પાસે નથી : ખુદ દુકાન માલિકે પાલિકાની ટીમને જાણ કરી આઈસ્ક્રીમ બગડી ગયાની જાણ કરતા બાદમાં લોકોનું આરોગ્ય યાદ આવ્યું : ક્લેઇમ માટે આઈસ્ક્રીમના જથ્થા નો નાશ કરવામાં આવ્યો : સેનિટેશન ઇન્સપેક્ટર
મોરબીના શનાળા રોડ રામચોક પાસે આવેલ બોની એન્ટર પ્રાઇઝની નામની આઈસ્ક્રીમની દુકાનમાં વાસી આઈસ્ક્રીમનો જથ્થો હોવાની ફરિયાદ સંદર્ભે પાલિકાની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ દરમિયાન આ આઈસ્ક્રીમ પાર્લરમાંથી આઈસ્ક્રીમનો જથ્થાનો પાલિકાની ટીમ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો જો કે આ આઈસ્ક્રીમ નો નાશ ખરેખર ખાવા લાયક નહોતો એટલે થયો હતો કે પછી અન્ય કોઈ કારણસર એ જાણવા મળી શક્યું નથી જેમાં મોરબી નગર પાલિકાના સેનિટેશન ઇન્સપેક્ટર કૃષ્ણસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર આઈસ્ક્રીમના દુકાન માલિકે જ નગરપાલિકા નો સંપર્ક કર્યો હતો અને તેનો આઈસ્ક્રીમ બગડી ગયાની ફરિયાદ નોંધી હતી જેથી પાલિકાએ ત્યાં જઈને આ આઈસ્ક્રીમનો નાશ કર્યો છે જો કે આ નાશ કરેલા આઈસ્ક્રીમનો ચોક્કસ આંકડો પાલિકાની ટિમ દ્વારા નોંધવામાં નથી આવ્યો પરંતુ તેઓએ ક્લેઇમ કરવા માટે જ આ આઈસ્ક્રીમ નો નાશ કરાવડાવ્યો હોવાનું ચોંકાવનારૂ નિવેદન આપ્યું કગે તો બીજી બાજુ દુકાન મલિક દ્વારા પોતાના જ નુકશાન નો આંકડો પોતે જ જાહેર કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે મોરબીમાં ફૂડ વિભાગ પણ કાર્યરત છે એમ છતાં કેમ દુકાન માંલિક દ્વારા ફૂડ વિભાગને જાણ ન કરાઇ એ મોટો પ્રશ્ન છે હાલ તો એક લાખનો જથ્થો બગડી ગાયનું ખુદ દુકાન માલિકે જ જણાવતા પાલિકા ટીમેં આઈસ્ક્રીમના જથ્થા નો નાશ કર્યો હતો ત્યારે આ આઈસ્ક્રીમ નો જથ્થો આઈસ્ક્રીમ ની કંપની પાસે ક્લેઇમ પકવવા માટે જ દુકાનમાલિક દ્વારા પાલિકાને જાણ કરાઈ નાશ કરાયો હોવાની સૂત્રો માંથી જાણવા મળ્યું છે તો બીજી બાજુ એક લાખનો આઈસ્ક્રીમ નો જથ્થો હોવાનું પણ દુકાન માલિકે જણાવ્યું હતું પરંતુ શું ખરેખર એક લાખનો આઈસ્ક્રીમ હશે કે કેમ એ મોટો પ્રશ્ન છે હાલ પાલિકા દ્વારા ફક્ત નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ એ નાશ કરેલા આઈસ્ક્રીમ ના જથ્થા કે કિંમતનો ઉલ્લેખ નથી જે કઈક રંધાયું હોવાની શંકા ઉપજાવે તેમ છે.









