Saturday, November 23, 2024
HomeGujaratમોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને પુત્રની હત્યાનો ભેદ ઉકેલતી પોલીસ: સગીર સહિત...

મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને પુત્રની હત્યાનો ભેદ ઉકેલતી પોલીસ: સગીર સહિત ૫ હત્યારાની ધરપકડ

મોરબીમાં બે દિવસ પૂર્વે મોરબી નગરપાલિકાના માજી ઉપપ્રમુખ અને પુત્રની જીવલેણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. આ બેવડી હત્યા પ્રકરણનો ભેદ ઉકેલી મોરબી બી ડીવીઝન પોલીસે એક સગીર સહિત પાંચ આરોપીઓને ઝડપી લીધા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી નગરપાલિકાના માજી ઉપપ્રમુખ ફારૂક મેમણ અને તેના પુત્ર ઈમ્તિયાઝ મેમણની બે દિવસ પૂર્વે છરી અને ધારિયા જેવા ઘાતકી હથિયારના ઘા ઝીકી મોડી રાત્રીના હત્યા કરાઈ હતી. આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસનો ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમિયાન પોલીસે બાતમી આધારે બી. ડીવીઝન પોલીસ સ્ટાફના પીઆઇ વિરલ પટેલ, પીએસઆઇ એ. એ.જાડેજા સહિતની ટીમ દ્વારા એક આરોપીની બરોડા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે બાકીના ચાર હત્યારાઓની મોરબીથી ધરપકડ કરવામાં આવી છે.

બી ડીવીઝન પોલીસે દાદુ ઉર્ફે રફીક તાજમહંમદ જેડા, અશગર ઉર્ફ આફત અલી જાકમ ભટ્ટી, જુશબ ભટ્ટી, આસીફ સુમરા અને એક સગીર રહે.બધા મદીના સોસાયટી વિશિપરા મોરબી- સહિત ચારની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગવી પૂછપરછ કરતા ચૂંટણી સમયે થયેલા મનદુઃખને લીધે બંને પિતા, પુત્રની હત્યા કરી હોવાની હત્યારાઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. જેને પગલે પોલીસે આરોપીઓના કબજામાંથી બે બાઈક, મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરી હથિયાર કબ્જે કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે ફારૂક મેમણ દ્વારા ડરાવી ધમકાવી મત મેળવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા જેને લઈને જે તે સમયે પણ માથાકૂટ થઈ હતી પરંતુ તેમાં સામાજીક અગ્રણીઓએ ઝંપલાવ્યું હતું જેને લઈને કોઇ પોલીસ ફરીયાદ નોંધાઈ ન હતી ત્યારે બીજી બાજુ જમીનનો છ વર્ષ પહેલાનો સોદો પણ આ હત્યામાં કારણભૂત હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે જેમાં મૃતક ફારૂક મેમણ દ્વારા જમીનના સોદા માં મસ્જિદના સોંગદ ખાધા બાદ પણ આરોપીઓને છ વર્ષ સુધી દલાલી આપી ન હતી ત્યારે આ તમામ આરોપીઓએ ફારૂક મેમણનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું હાલ બી ડીવીઝન પોલીસે આરોપીઓની ધરપકડ કરી રીમાન્ડની માંગણીની તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!