મોરબી પેરોલ ફર્લો સ્કોડ દ્વારા મોરબી, સુરેદ્રનગર, ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના કુલ ૭ ગુંહાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ, રવિન્દ્ર ઉર્ફે રવી નટુભાઈ વિડજા અને જયેશ ઉર્ફે જયપાલ બાબુભાઈ અંબાસાણીયા ને પકડી આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે…
મળતી માહિતી અનુસાર, પેરોલ ફર્લો સ્કવોડ મોરબી તથા પેરોલ ફર્લો સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતા ત્યારે ખાનગીરાહે બાતમી મળતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુન્હાના કામના નાસતા ફરતા આરોપીઓ આણંદ જિલ્લાના ખંભાત ખાતે હોવાની હકીકત આધારે સ્ટાફ સાથે હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા આરોપીઓ (૧) દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ (દરબાર) ઉ.વ. ૪૨ રહે. મોરબીર શોભેશ્વર રોડ શોભેશ્વર મંદિર પાછળ વાણીયા સોસાસટી મુળ રહે.ચાપરીયા તા.જાંબવા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ), રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વિડજા (પટેલ) ઉ.વ. ૨૯ રહે. હાલ ઘુટુ રોડ હરીઓમ પાર્ક સોસાયટી તા. મોરબી મુળ ગામ જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી વાળાઓ મળી આવ્યા હતા તેમજ આરોપી જયેશ ઉર્ફે જયપાલ બાબુભાઇ અંબાસણીયા રહે. મોરબી વજેપર શેરી નં-૧૪ વાળો હાલે મોરબી વજેપરમાં તેના રહેણાંક મકાને હોવાની હકિકત આધારે તપાસ કરતા મજકુર આરોપી જયેશ ઉર્ફે જયપાલ બાબુભાઇ અંબાસણીયા (કોળી) ઉ.વ. ૨૬ રહે. મોરબી વજેપર શેરી નં-૧૪ મળી આવતા ત્રણેય આરોપીઓને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ મોરબીની કચેરી ખાતે લાવી આગળની કાર્યવાહિ માટે મોરબી દીઠ એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યા હતા…