મોરબી સબ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટ્યા બાદ ફરી તા.૧૩/૦૮/૨૦૨૨ ના રોજ મોરબી સબ જેલ ખાતે હાજર ન થઈ ફરાર થયેલ આરોપીની ચોટીલા ખાતેથી મોરબી પેરોલ ફર્લોએ અટકાયત કરી છે.
બનાવની મળતી વિગતો અનુસાર, અનીલ ઉર્ફે દેવા વીનુભાઇ બોરાણા અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાથ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જેનાં ગત તા.૧૨/૦૮/૨૦૨૨ના રોજ વચગાળાના જામીન મંજુર થતા તેને જમીન પર મુક્ત કરવામાં આવ્યો હતો અને તા.૧૩/૦૮/૨૦૨૨ ના રોજ સબ જેલ મોરબી ખાતે હાજર થવાનુ કહેવામાં આવ્યું હતું. પરંતુ આરોપી હાજર ન થતા તેને પોલીસ દ્વારા ફરાર જાહેર કરવામાં આવ્યો હતો અને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે મોરબીના એલ.સી.બી. પીઆઈ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. ત્યારે ગત તા.૧૭/૦૮/૨૦૨૨ ના રોજ પીઆઈ એન.બી.ડાભી, પી એસ આઈ એન.એચ.યુડાસમા સહિતની પેરોલ ફર્લો સ્કવોડ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, આરોપી ચોટીલા ખાતે છુપાયેલ છે. જે હકીકતના આધારે પોલીસે રેડ કરી આરોપીને દબોચી લીધો છે અને તેનો કોવીડ ટેસ્ટ કરી મોરબી સબ જેલને સોંપવામાં આવેલ છે.