Thursday, January 23, 2025
HomeGujaratરાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને પકડી પાડતી મોરબી...

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગરનાએ સમગ્ર રાજયમાં પેરોલ જમ્પ, વચગાળાની રજા પરથી ફરાર તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગેની ખાસ ઝુંબેશનું આયોજન કરેલ હોય જે અંતર્ગત પોલીસ અધિક્ષક મોરબી એસ.આર.ઓડેદરાએ પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા અંગે વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર નાઓને સુચના આપતા એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. જયેશભાઇ વાઘેલા તથા પો.કોન્સ. બ્રીજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે ફેમીલી કોર્ટ સુરેન્દ્રનગરના ઓએ ભરણપોષણના કેસમાં બે વર્ષેની સજા કરેલ કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હોય જે કેદી તા.૦૩/૦૪/૨૦૨૦ થી તા.૦૧/૦૧/૨૦૨૧ સુધીના વચગાળાના જામીન મેળવી તા.૦૧/૦૧/૨૦૨૧ ના રોજ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર કેદી વચગાળાની રજા પરથી ફરાર થયેલ હોય જે કેદી હાલે હળવદ તાલુકાના ધનાળા ગામે હોવાની ચોકકસ બાતમી હકિકત આધારે પેરોલ ફર્લો સ્કોડ મોરબીની ટીમે તપાસ કરતા મજકુર ભરણ પોષણના કેશમાં સજા પામેલ કેદી નવઘણભાઇ ભીખાભાઇ જોગીયાણી (ઉ.વ. ૩૫,રહે. હાલ ધનાળા તા.હળવદ જી.મોરબી)વાળો ધનાળા ગામેથી મળી આવતા તેને પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવાની કાર્યવાહી કરેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એ.એસ.આઇ. રસીકભાઇ ચાવડા, તથા પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા,ચંન્દ્રકાંતભાઇ વામજા,જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા,જયેશભાઇ વાઘેલા, પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા સહિતનાઓ રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!