મોરબી : રાજકોટ મધ્યસ્થ જેલમાંથી છેલ્લા ચારેક માસથી વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલ આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ/એલ.સી.બી.એ પકડી પાડી રાજકોટ જેલહવાલે કરવા તજવીજ હાથ ધરેલ છે.
મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ પેરોલ ફર્લો, વચગાળા, પોલીસ જાપ્તા, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા એલસીબી પીઆઈ એમ.આર.ગોઢાણીયાને સુચના આપતા તેમના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ એન.બી.ડાભી તથા પીએસઆઈ એન.એચ.ચુડાસમા આજરોજ પેરોલ ફર્લો સ્કવોડના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ ખાનગી બાતમીને આધારે, રાજકોટ રેલ્વેના આર.પી.યુ.પી.એકટ ૩ ગુનાનો કાચા કામનો આરોપી અનીલભાઇ વનુભાઇ માલણીયાત (ઉ.વ. ૨૫ રહે. હાલ મોરબી લીલાપર રોડ ચાર માળીયા કવાટરમાં તા.જી.મોરબી મુળ ગામ શાપર (જેતપર) તા.જી.મોરબી) વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં કાચા કામના આરોપી તરીકે હોય જે આરોપીને જેલ ખાતેથી જાત જામીન પર તા.૧૯/૦૧/૨૦૨૨ થી તા.૨૦/૦૩/૨૦૨૨ સુધી મુકત કરવામાં આવેલ હોય જે કાચા કામના આરોપીને તા.૨૧/૦૩/૨૦૨૨ ના રોજ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે હાજર થવાનુ હોય પરંતુ મજકુર આરોપી વચગાળાના જામીન પરથી પરત હાજર થયેલ ન હોય અને ફરાર થઇ ગયેલ હોય જે કેદી મોરબી લીલાપર રોડ ચાર માળીયા કવાર્ટર ખાતેથી આજરોજ તા.૦૬/૦૮/૨૦૨૨ ના રોજ મળી આવતા હસ્તગત કરી કોવીડ-૧૯ મેડીકલ તપાસણી કરાવડાવી મધ્યસ્થ જેલ રાજકોટને સોંપવા તજવીજ કરેલ છે.
આ કામગીરી એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ સેલ તથા AHTU મોરબી સહિતનો સ્ટાફ જોડાયો હતો.