Friday, May 17, 2024
HomeGujaratછેતરપિંડીના ગુનાનાં છેલ્લા ૬ માસખી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મોરબી પેરોલ...

છેતરપિંડીના ગુનાનાં છેલ્લા ૬ માસખી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ

મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચના અને એલસીબી પીઆઈ વી. બી. જાડેજા અને પીએસઆઈ એન.બી.ડાભીનાં માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કાર્યરત હોય દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુનાના કામના નાસતો-ફરતો આરોપી અમદાવાદ શહેર ખાતે હોવાની ચોક્કસ હકિકત મળેલ હતી. જે હકિકત આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમ બનાવી અમદાવાદ શહેર ખાતે મોકલતા મોરબી સીટી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુન્હાનો નાસતો-ફરતો આરોપી હાર્દિક લલીતભાઇ દવે (ઉ.વ.૨૬)ને ગઇકાલે તા. ૩૦ જૂનના રોજ અમદાવાદમાં નારોલ પાસે આવેલ જિંદાલ જીન્સ કાપડની ફેકટરીમાંથી પકડી પાડી પાડી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોંપવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!