Wednesday, April 24, 2024
HomeGujaratશારીરિક માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં છેલ્લા 5 માસથી નાસતા ફરતા આરોપીને પકડી...

શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં છેલ્લા 5 માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ

તાજેતરમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા. ગાંધીનગર તરફથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ગુજરાત રાજ્યમાં ડ્રાઈવ રાખેલ હોય જે અનુસંધાને મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે પીઆઈ વી. બી. જાડેજા નાઓને સુચના આપતા પીએસઆઈ એન. બી. ડાભીનાં માર્ગદર્શન હેઠળ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડનાં પો.હેડ.કોન્સ. જયેશભાઈ સોમાભાઈ વાઘેલા તથા પો.કોન્સ. બ્રિજેશભાઈ લવજીભાઈ કાસુન્દ્રાને ખાનગીરાહે મળેલી બાતમીના આધારે હળવદ પો.સ્ટે.નાં શારીરિક માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં છેલ્લા 5 માસથી નાસતા ફરતા જ્યંતીભાઈ વસ્તાભાઈ પરમાર (ઉ.વ.૩૯,રહે. મૂળ મિયાણી. તાલુકો હળવદ, હાલ રહે. ચોટીલા-થાનગઢ રોડ)ને ચોટીલા નજીક એકતા વિદ્યાલય ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસને સોંપવા તજવીજ કરેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર વી.બી. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેકટર એન. બી. ડાભી એલ.સી. બી. મોરબી, તથા પેરોલ ફર્લો સ્ક્વોડના એ.એસ આઈ. રસિકભાઈ ચાવડા, પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઈ કાસુન્દ્રા, હરેશભાઇ સરવૈયા તથા એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટના એ.એસ.આઈ. હીરાભાઈ ચાવડા સહિતનો સ્ટાફ રોકાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!