મોરબી પેરોલ ફર્લો સ્કોડ દ્વારા વાંકાનેર ટાઉનમાં ઇનોવા કારમાંથી ઇગ્લિશ દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે. કુલ 156 બોટલો કિંમત રૂ. 62,400 મળી કુલ 3,72,400 ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી પેરોલ ફર્લો સ્કોડ ટીમ ને મળેલ બાતમીના આધારે વાંકાનેર તાલુકાના વાંકાનેર મીલ પ્લોટ ફાટક પાસે સ્વપ્નલોક સોસાયટી ખાતે રહેતા મુળરાજસિંહ નવલસિંહ ઝાલાએ પોતાના રહેણાંક મકાન સામે શેરીમાં ઇનોવા કાર નંબર-GJ-03-ER-6826 વાળીમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરે છે. તેવી બાતમીના આધાર રેઇડ કરી મુળરાજસિંહ નવલસિંહ ઝાલા (દરબાર)ને DSP બ્લેક ડીલક્ષ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૯૬ ની કિ.રૂ.૩૮,૪૦૦/-, આઇકોનીક વાઇટ ફાઇનેસ્ટ ગ્રેઇન વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૬૦ ની કિ.રૂ. ૨૪,૦૦૦/- આમ, કુલ બોટલો નંગ -૧૫૬ (પેટી નંગ-૧૩) કિ.રૂ.૬૨,૪૦૦/-, ઇનોવા કાર નંબર-GJ-03-ER-6826 કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- અને મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૩,૭૨,૪૦૦/- નો મુદામાલ સાથે કબ્જે કર્યો છે. તેમજ આરોપીની પૂછપરછ કરતાં સુરેન્દ્રનગરના થોભણભાઈનું નામ ખૂલ્યું છે. જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.









