Sunday, December 29, 2024
HomeGujaratરાજકોટ મઘ્યસ્થ જેલમાંથી જામીન મેળવી ત્રણ માસથી ફરાર પાકા કામના આરોપીને મોરબી...

રાજકોટ મઘ્યસ્થ જેલમાંથી જામીન મેળવી ત્રણ માસથી ફરાર પાકા કામના આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડી પાડયો

રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ પાકા કામના કેદી સંજયભાઈ રાણેવાડિયા તા. 28/06/24 થી 13/07/24 સુધી ફર્લો રજા મેળવી જેલ મુક્ત થયો હતો. જે આરોપી તા. 13/07/24 ના રોજ જેલ હવાલે નહિ થતાં છેલ્લા ત્રણ માસથી ફરાર થઈ ગયો હતો. જે આરોપીને હળવદના ભવાનીનગર લાંબીડેરી ઢોરે ખાતેથી આરોપીને મોરબી ફર્લો સ્કોવડની ટીમ દ્વારા પકડી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગની સુચના મુજબ રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબીએ મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તા માંથી ફરાર થયેલ કેદીઓને પકડવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરી એમ.પી.પંડયા I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીને કામગીરી અસરકારક રીતે કરવા માટે જરૂરી માર્ગદર્શન તથા સુચના આપતા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ વી.એન.પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો આરોપીને પકડવા પ્રયત્નશીલ હતા. ત્યારે પેરોલ ફર્લો સ્કોડના HC જયેશભાઇ વાઘેલા તથા PC બ્રિજેશભાઈ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૩૩/૨૦૧૮ આઇ.પી.સી. કલમ-૩૨૩,૫૦૬(૨),„૩૬૩,૩૭૬(ડી), પોકસો એકટ કલમ ૪.૬.૧૬ મુજબના ગુન્હાના પાકા કામનો આરોપી સંજયભાઇ રાઘુભાઇ રાણેવાડીયા હળવદ વાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે હોય જે આરોપીને વડી કચેરી અમદાવાદના પત્ર જા.નં.જયુડી. ફરલ/૩૫૨૯૯/૨૦૨૪ તા.૨૦/૦૬/૨૦૨૪ ના મુજબ તા.૨૮/૦૬/૨૦૨૪ થી તા.૧૩/૦૭/૨૦૨૪ સુધી ફર્લો રજા મેળવી જેલ મુકત થયો હતો. જે આરોપીને તા.૧૩ /૦૭/૨૦૨૪ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હોય પરંતુ પાકા કામનો કેદી ફર્લો રજા પરથી પરત હાજર થયા વગર ફરાર થઈ જતા જે કેદીને ખાનગી બાતમી આધારે તા.૨૮/૦૯/૨૪ ના રોજ ભવાનીનગર લાંબીડેરી ઢોરે હળવદ ખાતેથી પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે…

જેમાં એમ.પી.પંડયા I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એન.પરમાર પેરોલ ફર્લો સ્કોડ મોરબી, પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ વાઘેલા, બળદેવભાઇ વનાણી, પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઇ કાસુન્દ્રા, કૌશિકભાઇ મણવર, હરેશભાઇ સરવૈયા સહિતના દ્રારા કામગીરી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!