પાટિદાર યુવા સેવા સંઘ મોરબી દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવી એક નિવેદન અને આવેદન પાઠવવામાં આવ્યું છે. હાલ દેશમાં યુધ્ધની પરિસ્થિતિ છે. ત્યારે પાટીદાર યુવા સેવા સંગઠનના યુવાનો મોરબી જિલ્લા પ્રસાશનને તમામ મદદ કરવા ઉત્સુક અને ખડે પગે છીએ. મોરબી જિલ્લા પ્રસાશનને આ યુધ્ધની પરિસ્થિતિમાં સેવા કરવાનો મોકો આપશો. જે દેશ હિતમાં નિષ્ઠાપૂર્વક કરવા હર હંમેશ તૈયાર છીએ તેવું નિવેદન કરાયું છે. તેમજ મોરબી જિલ્લામાં પાટીદારો તેમજ અન્ય સમાજના ખેડુતોને વ્યાજખોરો ભુમાફિયાઓ તેમજ કાગળ ઉપર ચીટીંગ કરતી ટોળકીઓએ અનેક ખેડુતોની જમીન પચાવી પાડી છે.આવા લોકોએ જે ખેડુતોની જમીન પચાવી પાડી છે.તે ખેડુતોને ન્યાય અપાવવા માટે કલેકટરને રજૂઆત કરી જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેક્ટરની નિગરાનીમાં સારા પોલીસ અધિકારી તેમજ મહેસુલ અધિકારીની ટીમ બનાવીને એક અલગથી તપાસ કમિટી નીમીને ખડુતોને ન્યાય મળે તેવી વિનંતી કરાઈ છે.
પાટિદાર યુવા સેવા સંઘ મોરબી દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર અને નિવેદન કરવામાં આવ્યું છે. જેમાં વર્તમાન યુદ્ધની પરિસ્થિતિ માં પાટીદાર યુવા સેવા સંગઠનના યુવાનો તમામ મદદ ખડેપગે કરવા ઉત્સુક છે. જેથી જિલ્લા પ્રસાશન સેવાનો મોકો આપે તેવું નિવેદન કરાયું છે. તેમજ મોરબીના આજુ-બાજુના ગામડાઓની કિંમતી જમીનો વ્યાજખોરો ઉચ્ચા વ્યાજે પૈસાનુ ધીરાણ કરીને ખેડુતોની જમીન પચાવી રહ્યા છે. હાલ એક ખેડુત સંજય અઘારાનો દાખલો સામે છે. જેમા ૮ લાખ ઉચ્ચા વ્યાજે આપીને કરોડોની જમીન ધાકધમકીથી પચાવી પાડવાનુ ષડયંત્ર સામે આવ્યું છે. આવા અનેક કેસો મોરબી જિલ્લાના અનેક ગામોના અનેક ખેડૂતો સાથે આવા બનાવો બન્યા છે.. તેથી જિલ્લા કલેકટરને આવેદન પાઠવી જે ખેડૂતોની જમીન પચાવી પાડી છે. તેમને ન્યાય અપાવવા અને જિલ્લા એસપી અને કલેકટરની અધ્યક્ષતામાં કમિટી બનાવી અલગથી તપાસ કરવા માંગ કરાઈ છે. તેમજ સંજય અધારા જેવા અનેક ખેડુતોના કેસમાં મોરબી જિલ્લા એસ.પી.ની નિગરાનીમાં ઉચ્ચ અધિકારી જો તપાસ કરે તો જ ખેડુતોને ન્યાય મળે તેમ છે. સંજય અધારા સાથે જે ઘટના બની છે તેમા બન્ને આરોપીઓ સામે ગુજરાતમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના ગંભીર ગુનાઓ ખુબ મોટા પ્રમાણમાં નોંધાયેલા છે. આ લોકો ટોળકી રચી અપહરણ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપીને બળજબરી પૂર્વક સંજય અઘારા જેવા અનેક ખેડૂતોના સાટાખત ભરી લેવા, સોદાખત કરી લેવા તેમજ દસ્તાવેજ કરી લેવા, આવા ક્રિમીનલ માણસો અનેક ખેડુતોની આજીવિકા સમાન પોતાના બાપ-દાદાની જમીન તેમજ મિલકતો ધાક ધમકીથી પચાવી પાડેલના અનેક દાખલાઓ બહાર આવે તેમ છે. તેમજ વધુમાં જણાવ્યું છે કે છેલ્લા ૬ મહિનામાં મોરબી જિલ્લામાં આવા વ્યાજખોરોના ત્રાસથી અનેક પાટીદાર યુવાનોએ તેમજ ખેડુતોએ આત્મહત્યા કરેલ છે. (આ સંજય અઘારાનો પરીવાર પણ આત્મહત્યા કરી લે તેવી પુરી શકયતા હતી પરંતુ સામાજિક સમજણથી અમે તેને રોકેલ છે તેમના પત્નીએ બે વાર દવા પીધેલ છે જેના હોસ્પીટલના પુરાવા અમારી પાસે છે.) પરંતુ આવા કેસની અંદર ફરીયાદ પણ નોંધાઇ નથી. જો આવી બાબતોમાં પણ ઉંડી તપાસ થાય તો આવા અનેક વ્યાજખોરોના નામ બહાર આવી શકે તેમ છે તેથી સંજય અધારા જેવા અનેક ખેડુતોની જે જમીન પડાવી લીધી છે. આવા આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવા તેમજ તેની સામે પાસાનો કાયદો લાગુ કરી જેલ ભેગા કરવા કલેક્ટરને રજૂઆત કરાઈ છે.