Wednesday, November 6, 2024
HomeGujaratમોરબી : ક્ષય વિભાગનાં કરાર આધારિત કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્ને તા.૭ થી...

મોરબી : ક્ષય વિભાગનાં કરાર આધારિત કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્ને તા.૭ થી ૧૨ મે સુધી પેનડાઉન હડતાલ

મોરબી જીલ્લાનાં આરોગ્યનાં ક્ષય વિભાગમાં કરાર પધ્ધતિથી નિમણુક અન્વયે વર્ષોથી ટીબી રોગની સારવાર અને ટીબી મુકત ગુજરાત, ટીબી મુકત ભારત માટે ખંતથી કાર્યરત કર્મચારીઓએ કેટલાક જીલ્લાનાં ઉચ્ચ આરોગ્ય અને ક્ષય અધિકારીઓ દ્વારા નામદાર ગુજરાતનાં આદેશની અવમાનનાં અને તિરસ્કારવૃતિનાં અતિરેકને કારણે પ્રતિકાત્મક વિરોધ દર્શાવવા અને પોતાની પડતર માંગણીઓને કરી એક વાર સરકારનાં ધ્યાને લાવવા પ્રવર્તમાન કોવિડનાં કપરા કાળમાં પેનડાઉન હડતાલ સાથે પ્રતિક હડતાલનું એલાન કર્યું છે. અને આવા અધિકારીઓની શાન ઠેકાણે લાવવા સરકારને આહવાહન કર્યું છે.

- Advertisement -
- Advertisement -

ગુજરાત આર.એન.ટી.સી.પી. કરારબદ્ધ કર્મચારી સંઘના પ્રમુખ હેમાંશુ પંડયાનાં જણાવ્યા મુજબ કોરોનાનાં કપરા કાળને ધ્યાને રાખી દર્દીઓને દવા પહોચાડવી, દર્દીને આર્થીક સહાયની કાર્યવાહી કરવી, દર્દીના નિદાન, ફોલોઅપ સહીતની સેવાઓ સંપૂર્ણપણે ચાલુ રખાશે. તેમજ ક્ષય વિભાગના કરારી કર્મીઓને કોવિડ અંતર્ગત કામગીરીઓ સોપાઇ છે તે પણ ચાલુ રખાશે. પરંતુ લેખિત રીપોર્ટીગ ન કરવુ, ઉચ્ચ સ્તરે રીપીટીંગ ન ક૨વું, નિશ્રય પોર્ટલ અપડેશનના કરવું, મીલી મિટીંગ બહિષ્કાર જેવા પગલા સાથે તા. ૭ મેથી તા. ૧૨ મે દરમ્યાન પ્રતિકાત્મક પેનડાઉન-હડતાલ કરવામાં આવશે. તેમજ ગુજરાતભરનાં જિલ્લા ક્ષય અધિકારી અને જીલ્લા કલેકટરને કોવિડ-૧૯ એસઓપીના પાલન સાથે આવેદન પાઠવવામાં આવશે. આ પ્રતિકાત્મક હડતાલનાં સમયગાળા દરમ્યાન સમગ્ર ગુજરાતનાં ટીબીનાં કોઇપણ દર્દીઓ પોતાનાં જીલ્લાનાં પ્રાય વિભાગનાં કર્મી કે નજીકના હેલ્થ સેન્ટર કે સંઘપ્રમુખ હેમાંશુ પંડયાનો મો. નં. ૯૬૬૪૭૦૧૪૧૪ પર સંપર્ક કરી સેવાકીય માહીતી અને સહાય મેળવી શકશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!