અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યુ છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 300 કિલોમીટર, જ્યારે દ્વારકાથી 280 તેમજ જખૌ પોર્ટથી 340 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. ત્યારે બીપોરેજોય વાવાઝોડાના અનુસંધાને આવી આપાતકાલીન પરિસ્થિતિમાં મોરબી જિલ્લા પેટ્રોલિયમ એસોસિયેશન પ્રમુખ વિનોદ નાથાભાઈ ડાભીએ હેલ્પલાઇન નંબર (વિનોદ ડાભી 9825060535.મહેશ ડાભી 9727702814) જાહેર કરેલ છે અને આપાતકાલીન સ્થિતીમા કોઈ પણ સરકારી વાહનો જેવા કે એમ્બ્યુલન્સ, ફાયર સફેટી વાહનો કે અન્ય કોઈ પણ ઇમરજન્સી જરૂરિયાત વાહનોને ડીઝલની જરૂરિયાત રહેશે તો ત્યાં ઓન સાઈટ ડીઝલની ડિલિવરી સરકારી નિયમ મુજબ કરી આપવામા આવશે.