Wednesday, January 8, 2025
HomeGujaratમોરબી પીજીવીસીએલ દ્વારા ઉતરાયણ અનુસંધાને માર્ગદર્શિકા અને હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

મોરબી પીજીવીસીએલ દ્વારા ઉતરાયણ અનુસંધાને માર્ગદર્શિકા અને હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

પીજીવીસીએલ કચેરી મોરબી દ્વારા પતંગ મહોત્સવને ધ્યાને રાખીને અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડિયા દ્વારા જાહેર જનતાના હિત માટે અનેક સૂચનો આપવામાં આવ્યા છે. જેમાં ખુલ્લા વીજળીના તારને અડકશો નહિ, તાર ઉપર ચડેલ પતંગ લેવા લંગર નાખવા નહિ, તેમજ આ રીતે લંગર નાખીને ખેંચવાથી વીજળીના તાર ભેગા થઈ મોટા ભડાકા થી તાર તૂટી જવાની ભીતી રહે છે તેમજ વીજ ફોલ્ટ સર્જાય તો પીજીવીસીએલ મોરબી દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેથી સાવચેતી સાથે પતંગ મહોત્સવની ઉજવણી કરી શકાય.

- Advertisement -
- Advertisement -

પીજીવીસીએલ, કચેરી મોરબી દ્વારા પતંગ મહોત્સવ ને ધ્યાને રાખીને અધિક્ષક ઈજનેર, ડી.આર. ઘાડિયા દ્વારા જાહેર જનતાના હિત માટે અનેક સૂચનો આપવામાં આવ્યા છે. જેમાં ખુલ્લા વીજળીના તારને અડકશો નહિ, તાર ઉપર ચડેલ પતંગ લેવા લંગર નાખશો નહિ આ રીતે લંગર નાખીને ખેંચવાથી વીજળીના તાર ભેગા થઈ મોટા ભડાકા થી તાર તૂટી જવાની ભીતી રહે છે, તેમજ વીજ વપરાશના સાધનો, ઉપકરણો બળી જવાની સંભાવના રહેલી છે. ઘરની આજુ-બાજુ કે કોઇપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળીયા વડે તેને કાઢવાની કે ત્યાં ચડવાનો પ્રયાસ કરશો નહિ, ધાતુના તાર બાંધીને પતંગ ન ઉડાડવા કારણ કે ધાતુના તાર વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જવાની સંભાવના રહે છે. મેગ્નેટિક ટેપ, સિન્થેટીક દોરી કે વીજ વાહક માંજા તથા અન્ય વાયરોનો ઉપયોગ ન કરવો, કેમકે તેનાથી પાવર લાઈન કપાઈ જવાનો ભય સેવાય છે જેને લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે, વીજળીના તૂટેલા તારથી દૂર રહો. નજીકના વાયર પર વીજ કરંટ ઉતરતો હોય તો તે બાબતની ફરિયાદ પીજીવીસીએલની સલંગ્ન પેટા વિભાગીય કચેરી ઉપર રૂબરૂમાં અથવા ટેલિફોનિક દ્રારા તાત્કાલિક કરો તે ઉપરાંત વીજ અંગેની કોઈપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નં. 1800 233 155 333 અથવા 19122 પર ફોન કરવા નમ્ર વિનંતી કરાઇ છે. વધુ માં, પતંગ મહોત્સવ ૨૦૨૫ અંતર્ગત કોઈ જાનહાનીનો સામનો ન કરવો પડે તેમજ સમસ્યા ન થાય તે હેતુ થી પીજીવીસીએલ મોરબી દ્વારા વિસ્તાર વાઈઝ પેટા વિભાગીય કચેરીઓની યાદી તેમજ ફોલ્ટ સેન્ટર ના સંપર્ક નંબર જાહેર કરાયા છે. જેમાં મોરબી શહેર-૧ ૦૨૮૨૨-૨૨૦૬૫૧, ૯૬૮૭૬૩૩૭૨૦, મોરબી શહેર ૨૦૨૮૨૨-૨૩૦૬૫૦ (નેહરુ ગેઈટ) ૬૩૫૭૩૦૩૨૪૬, ૦૨૮૨૨-૨૪૨૦૨૪ (સામા કાંઠે) ૯૬૮૭૬૩૩૭૨૧, મોરબી ઇન્ડસ્ટ્રીયલ ૦૨૮૨૨-૨૪૨૦૨૫/ ૬૫૮૭૬૩૩૭૨૩, લાલપર ૬૩૫૭૩૨૭૩૫૮/૯૬૮૭૬૩૩૭૨૪, ધુંટુ ૬૩૫૭૪૨૨૭૪૮/ ૬૩૫૭૩૩૨૮૨૭, શનાળા ૬૩૫૭૩૨૭૩૫૭/ ૯૬૮૭૬૩૩૭૨૫, ટંકારા ૦૨૮૨૨-૨૮૭૭૬૨/૯૬૮૭૬૩૩૭૩૦, પીપળીયા ૬૩૫૭૩૨૭૩૫૯/ ૯૬૮૭૬૩૩૭૨૬, જેતપર ૬૩૫૭૩૨૭૩૬૦, ૯૯૨૫૦૧૨૩૦૬, વિરપર ૬૩૫૭૪૨૨૭૫૮/ ૬૩૫૭૩૩૨૮૩૦, નાની વાવડી ૦૨૮૨૨-૨૫૧૨૭૧ /૬૩૫૭૩૩૨૮૨૯, હળવદ શહેર ૦૨૭૫૮-૨૬૧૪૩૬/૯૬૮૭૬૬૨૦૫૫,હળવદ ગ્રામ્ય ૯૯૨૫૨૧૪૫૧૮/ ૯૯૨૫૨૧૪૬૪૧, ચરાડવા ૬૩૫૭૧૭૩૪૫૮ /૯૯૨૫૨૧૪૪૩૩, સરા ૯૬૮૭૬૬૨૫૫૨/ ૯૦૯૯૦૨૧૩૮૬, વાંકાનેર શહેર ૯૬૮૭૬૩૩૭૨૭, વાંકાનેર ગ્રામ્ય-૧ ०૨૮૨૮-૨૨૦૫૭૪, વાંકાનેર ગ્રામ્ય-૨ ૯૯૭૮૯૩૫૨૯૩/૯૬૮૭૬૩૩૭૨૯ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!