હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી વીજ કંપનીએ ગ્રાહકોને સાવચેત રહેવા અપીલ કરતા કહ્યું છે કે લોકોએ અતિભારે પવન સામે રક્ષણ મેળવવા સોલાર પેનલ વ્યવસ્થિત ઢાંકીને રાખવું અથવા થોડો સમય ઉતારી લેવી. તેમજ ભેજવાળી જગ્યાએ વાયર, કેબલ, વીજ પોલ અને TC થી દુર રહેવા અપીલ કરવામાં આવી છે.
રાજ્યભરમાં ત્રણ થી ચાર દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે વીજ કંપની દ્રારા જાહેર જનતા ને નિવેદન કરવામાં આવ્યું છે કે અતિ ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી હોવાથી સોલાર વીજ જોડાણ ધરાવતા ગ્રાહકોનેને નિવેદન છે સોલાર પેનલ વ્યવસ્થિત ઢાંકીને રાખવી અથવા હંગામી ધોરણે પેનલ ઉતારી લેવી, ભેજ વાળી જગ્યાએ, વાયર, કેબલ, વીજ પોલ અને Tc થી દુર રહેવુ તેમજ ઘર, ઓફીસ કે અન્ય તમામ સ્થળોએ વીજ ઉપકરણોનો ઉપયોગ કરતા સલામતી રાખવી તથા સલામતી સાથે કામ કરવું તેમ ધ્યાન દોરવામાં આવ્યું છે.