મોરબી જિલ્લામાં કોરોનાની મહામારી માં 108 અવિરત પણે સેવામાં હંમેશા કાર્યરત રહેલ છે. આજે ૨૬ મેના રોજ પાયલોટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જીવીકે ઈ એમ.આર.આઈ ના 181 મહિલા હેલ્પ લાઈનના ગુજરાત સ્ટેટ હેડ નરેન્દ્ર ગોહિલ તેમજ જીવીકે ઈ એમ.આર.આઈ ના અન્ય અધિકારીઓએ મોરબી જિલ્લાની ૧૦૮,૧૮૧, ખિલખિલાટ, એમ એચ યુ , ૧૯૬૨ દરેક પ્રોજેક્ટ મુલાકાત લીધી હતી. તેમજ ૨૬ મે ના પાયલોટ દિવસે કોરોના વોરિયરને સર્ટીફીકેટ તેમજ ગિફ્ટ આપીને સન્માનિત કર્યા હતા. તેમજ આવી કપરી પરિસ્થિતીમાં દરેક કર્મચારીઓએ કરેલ કામની નરેન્દ્ર ગોહિલએ પ્રશંસા કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.