Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી-પીપળી-જેતપર રોડને નવોનકોર બનાવવાની સમીક્ષા સંદર્ભ કાલે રાજયમંત્રી અને અધિકારીઓની બેઠક યોજાશે

મોરબી-પીપળી-જેતપર રોડને નવોનકોર બનાવવાની સમીક્ષા સંદર્ભ કાલે રાજયમંત્રી અને અધિકારીઓની બેઠક યોજાશે

મોરબી – પીપળી – જેતપર – અણીયારી રોડ હાલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે આથી આ રોડના તાબડતોબ રીપેરીંગ બાબતે લોકોમાંથી માંગ ઉઠી રહી છે ત્યારે લોકોની માંગણીને ધ્યાને લઈ મોરબી – માળીયા ( મી. )ના ધારાસભ્ય અને રાજયના પંચાયત , શ્રમ , કૌશલ્ય વિકાસ અને રોજગાર ( સ્વતંત્ર હવાલો ) , ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાએ માર્ગ અને મકાન વિભાગના સંબંધિત અધિકારીઓનું ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરી આ રસ્તાનું કામ તાત્કાલિક ચાલુ થાય તે માટે આવતીકાલે તા.૨૫-૧-૨૦૨૨ને મંગળવારના રોજ સાંજે ૫:૦૦ આ રસ્તાની કામગીરી સાથે સંકળાયેલા નાયબ કાર્યપાલક ઇજનેર , કાર્યપાલક ઇજનેર અને અધિક્ષક ઇજનેરની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે બેઠકનું આયોજન કર્યું છે જેમાં રસ્તાની ત્વરિત રીપેરીંગ કામગીરી તેમજ ચાર માર્ગીય રસ્તો બનાવવાની કામગીરી કરવા સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!