આજરોજ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજવટાવ તેમજ મારામારી/ લુંટના ગુનાઓમાં સંડોવાયેલ આરોપી બટુકભાઈ બાબુભાઇ કાકરેચા અને રાજેન્દ્રસિંહ દિલીપભાઇ લીંબોલા નામનાં ઇસમોની મિલ્કત અંગે જે તે લાગતાં વિભાગ સાથે સંકલન કરી ગેરકાયદેસર કબ્જો કરેલ સરકારી જમીનની ખાલી કરાવવી તેમજ ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તેમજ સ્થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવી જરૂરી હોવાથી ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરી તેના વિરુધ્ધ કાર્યવાહી કરવા ગુજરાત રાજય ગાંધીનગરના ડી.જી.પી દ્વારા સૂચના આપવામાં આવી હતી. રાજકોટ રેન્જ આઇ.જી.પી. અશોકકુમાર યાદવ તથા મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરી તેઓ વિરુધ્ધ અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર ડિવીઝન સમીર સારડાની અધ્યક્ષતામાં આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પોલીસ સ્ટેશન દ્વારા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી હતી. જેમાં અગાઉ અસામાજીક પ્રવૃતીઓ ચોરી, મારામારી, દારૂ વેચાણ, લૂંટ જેવા ગુનાઓમાં સાથે સંડોવાયેલ કુલ ૧૦ આરોપીના ગેરકાયદેસર દુકાન, મકાન, હોટેલ ડિમોલેશન કરવામાં આવ્યું હતું તેમજ PGVCL દ્વારા કુલ આરોપી.૮ વિરુધ્ધમાં રોકડ રૂ. ૧૧,૯૫,૦૦૦/- જેટલો દંડ કરવામાં આવ્યો છે. તેમજ આજરોજ પણ વ્યાજવટાવ તેમજ મારામારી/ લુંટના ગુનાઓમાં સંડોવાયેલ આરોપી બટુકભાઈ બાબુભાઇ કાકરેચા અને રાજેન્દ્રસિંહ દિલીપભાઇ લીંબોલા નામનાં ઇસમોની મિલ્કત અંગે જે તે લાગતાં વિભાગ સાથે સંકલન કરી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં બટુકભાઈ બાબુભાઇ કાકરેચા આરોપીની ૬૬૯ ચોરસ મીટર કિંમત રૂ. ૧૧,૩૭,૩૦૦ તેમજ રાજેન્દ્રસિંહ દિલીપભાઇ લીંબોલાની ૪૦૪૬ ચોરસ મીટર કિંમત રૂ. ૬૯,૯૯,૫૮૦ ની જમીનનું ડીમોલેશન કરી જગ્યા ખાલી કરાવવામાં આવી છે.
આ કામગીરીમાં ડીવાયએસપી સમીર સારડા,હળવદ પીઆઈ આર. ટી.વ્યાસ,હળવદ મામલતદાર તેમજ તેમનો સ્ટાફ,ચીફ ઓફિસર, હળવદ નગર પાલીકાના સ્ટાફ અને હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફ સહિતના જોડાયા હતા.