રાજ્યના પોલીસ વડા દ્વારા આજે રાજ્યભરમાં સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ ડ્રાઈવ યોજવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે મોરબીમાં આજરોજ એસપી કચેરી, કલેકટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરી બહાર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં હેલ્મેટ પહેરનારને સન્માન કર્યા હતા જ્યારે હેલ્મેટ ન પહેરનાર અનેક સરકારી કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ ફરજીયાત હેલ્મેટ પહેરે તે માટે રાજ્યના પોલીસ વડા દ્વારા આજે રાજ્યભરમાં સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ ડ્રાઈવ યોજવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે અન્વયે મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા આજે સવારે એસપી કચેરી, કલેકટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરીના ગેટ બહાર હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. જેમાં થોડી જ કલાકમાં 30 જેટલા કર્મચારીઓ હેલ્મેટ વગર ટુ વ્હીલર લઈને આવતા તેઓને રૂ.૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે જે સરકારી કર્મચારી હેલ્મેટ પહેરીને કચેરીએ આવ્યા હતા. તેઓને ગુલાબ આપી સન્માનિત કરી ટુ વ્હીલરમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ ફેલાવી અનોખી પહેલ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી.