Friday, November 15, 2024
HomeGujaratમોરબી પોલીસે જુનીયર કલાર્કની પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓ માટે હેલ્પ લાઈન નંબર...

મોરબી પોલીસે જુનીયર કલાર્કની પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓ માટે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા

રાજ્યમાં પેપરકાંડની અવારનવાર સામે આવતી ઘટનાઓ વચ્ચે રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે, ત્યારે આ મામલે તંત્ર સહેજ પણ ઢીલી નીતિ અપનાવવા ન માંગતું હોય તેમ સુરક્ષા તેજ બનાવાઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને હવે ઘડીઓ ગણાય રહી છે. ત્યારે મોરબી પોલીસ દ્વારા જુનીયર કલાર્કની પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓ માટે મદદરૂપ થવા હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના અને માર્ગદશન હેઠળ મોરબી ટ્રાફિક શાખા દ્વારા આવતીકાલ તા.૦૯/૦૪/૨૦૨૩ ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) વર્ગની લેખિત પરીક્ષા યોજાનાર હોય મોરબી જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાનાર છે. ત્યારે મોરબી શહેર ખાતે આવેલ કુલ-૩૦ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓને કોઇ મુશ્કેલી ઉભી થાય અને પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચી શકે તેમ ન હોય ત્યારે આકસ્મિક તેમજ ઇમરજન્સી સંજોગોમાં પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચવા માટે પોલીસની મદદની જરૂરીયાત જણાય તેવા સંજોગોમાં પોલીસ કંન્ટ્રોલ રૂમ મોરબી ટેલીફોન નં. 02822-243478 તથા મો.નં. – 74339-75943, જુના એસ.ટી. સ્ટેન્ડ પો.કોન્સ. શૈલેષભાઇ સોલંકી મો.નં. – 93168-88593, નવા બસ સ્ટેન્ડ ખાતે હે.કોન્સ. નાગદાનભાઇ ઇશરાણી મો.નં. – 97126-01060, ટ્રાફીક શાખા મોબાઇલના પો.કોન્સ. દેવાયતભાઇ ગોહેલ મો.નં. – 98255-27437, બુલેટ મોટર સાયકલના રાઇડર પો.કોન્સ. ધવલભાઇ ડાંગર મો.નં. – 96244-95457 તથા બુલેટ મોટર સાયકલના રાઇડર પો.કોન્સ. વિજયભાઇ ચાવડા મો.નં. – 99049-67747 નો ટેલીફોન ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!