Saturday, September 21, 2024
HomeGujaratમોરબી પોલીસે જુગારના બે અલગ અલગ દરોડામાં કુલ ૭ જુગારીની અટક કરી.

મોરબી પોલીસે જુગારના બે અલગ અલગ દરોડામાં કુલ ૭ જુગારીની અટક કરી.

મોરબી પોલીસે સાવસર પ્લોટમાં તથા ટંકારા પોલીસે મિતાણા ગામે જુગાર અંગે દરોડા પાડી કુલ ૭ આરોપીઓને જુગાર રમતા ઝડપી લેવાયા છે. જેમાં મોરબી ખાતેથી નોટ નંબરનો જુગાર રમતા બે આરોપીને જ્યારે ટંકારાના મિતાણા ગામથી તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને પકડી લેવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

જુગારના પ્રથમ દરોડામાં ટંકારાના મિતાણા ગામે જુના પાણીના સંપ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ઇકબાલભાઇ જમાલભાઇ ઠેબા ઉવ.૪૨, હીરાભાઇ મેધજીભાઇ પારઘી ઉવ.૬૫, ગોરધનભાઇ ગોવિંદભાઇ પારઘી ઉવ.૭૦, રહીમભાઇ ઓસમાણભાઇ રત્ના ઉવ.૪૫ તમામ રહે.મીતાણા તા.ટંકારા જી.મોરબી, તથા યોગેશભાઇ પ્રવિણભાઇ જોગેલ ઉવ.૨૭ રહે.વીરવાર તા.ટંકારાને પોલીસે રંગેહાથ ઝડપી લઇ જુગારના પટ્ટમાંથી રૂ.૧૧,૨૦૦/- જપ્ત કરી પકડાયેલ તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સાવસર પ્લોટ વિસ્તારમાં જે.આર. હોસ્પિટલ નજીકથી નોટ નંબરનો જુગાર રમી રહેલા ઇસ્માઇલભાઇ કાદરભાઇ બ્લોચ ઉવ.૪૭ રહે.નાની બજાર ભરવાડ શેરી મોરબી તથા દીલીપભાઇ અમરશીભાઇ જાદવ ઉવ.૪૨ રહે.ગામ સજનપર તા.ટંકારાને જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ.૨,૩૭૦/- સાથે ઝડપી લેવાયા હતા. બંને આરોપીઓ વિરૂદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!