Wednesday, October 9, 2024
HomeGujaratમોરબી પોલીસે બે અલગ અલગ સ્થળથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે...

મોરબી પોલીસે બે અલગ અલગ સ્થળથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે બુટલેગરની અટક કરી

મોરબી પોલીસે જુદા જુદા બે સ્થળોથી વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે બે આરોપીની અટક કરવામાં આવી છે. જેમાં મોરબીના સામેકાંઠા વિસ્તારમાંથી એક ઇસમને વિદેશી દારૂની બે નંગ બોટલ તથા મોરબીની નાનીબઝારમાંથી એક ઈસમની દારૂની એક બોટલ અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

પ્રથમ બનાવમાં મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી નજીકથી વિદેશી દારૂ બ્લેન્ડર પ્રાઈડ વોડકની બે બોટલ સાથે આરોપી દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા જાતે-દરબાર ઉવ.૩૨ રહે-શીવપાર્ક સોસાયટી મોરબી-૨ મુળગામ- ગુંદીયાણી તા.માંડવી જી.કચ્છવાળાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અટક કરી છે. આ સાથે આરોપી પાસેથી વિદેશી દારૂની બે બોટલ કિ.રૂ.૧,૭૦૦/- કબ્જે લઈ પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જ્યારે બીજા બનાવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીની નાનીબજરમાંથી શંકાસ્પદ હાલતમાં એક શખ્સ નીકળતા તેની અંગઝડતી લેતા પેન્ટના નેફામાં વિદેશી દારૂની એક બોટલ કિ.રૂ. ૩૭૫ મળી આવતા આરોપી સિકંદર ઉર્ફે સિક્લો રજાકભાઇ બ્લોચ ઉવ.૩૨ રહે. કાલીકા પ્લોટ મતવા મસ્જીદ પાસે શેરી નં.૨ મોરબીની સ્થળ ઉપરથી ધરપકડ કરી સીટી એ ડિવિઝન ખાતે પ્રોહી. અંગે કેસ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!