સામાન્ય રીતે ગુનેગાર સામે કડક વલણ અપનાવતી મોરબી પોલીસને તો અનેકવાર તમે જોઈ હશે. પણ પોલીસ લોકોની મદદએ પણ આવી શકે છે તેવી ઉદાહરણ રૂપ કામગીરી મોરબી પોલીસની જોવા મળી છે. રાજ્યમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે અન્ય જિલ્લઓમાંથી મોરબીમાં પરીક્ષા આપવા આવેલા ઉમેદવારઓની મદદએ પણ પોલીસ આવી છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના અને માર્ગદશન હેઠળ મોરબી ટ્રાફિક શાખા દ્વારા આજ રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩ની લેખિત પરીક્ષા અન્વયે મોરબી જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાયેલ જેમાં મોરબી શહેર ખાતે આવેલ કુલ-૨૩ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓને કોઇ મુશ્કેલી ઉભી થાય અને પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચી શકે તેમ ન હોય ત્યારે આકસ્મિક તેમજ ઇમરજન્સી સંજોગોમાં પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર પહોચવા માટે પોલીસ હેલ્પ ડેસ્ક નંબર જાહેર કરવામાં આવેલ તેમજ જુના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન ખાતે કુલ-૬ મોટર સાઇકલ તથા ૨- બોલેરો વાહન રાખેલ જે વાહનો દ્વારા મોરબી શહેરના જુદા-જુદા પરીક્ષા કેન્દ્રો તેમજ વાંકાનેર તથા હળવદના પરીક્ષા કેન્દ્રો ઉપર કુલ-૨૫ જેટલા ઉમેદવારોને મોરબી પોલીસ દ્વારા પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર પહોચાડવામાં આવેલ તેમજ ઉમેદવારોને પડતી મુશ્કેલીઓમાં જરૂરી મદદ પુરી પાડવામાં આવેલ હતી.