Sunday, September 8, 2024
HomeGujaratમોરબી પોલીસની વ્યાજખોરો પર કડક લગામ : આગોતરા જામીન માટેની અરજી પણ...

મોરબી પોલીસની વ્યાજખોરો પર કડક લગામ : આગોતરા જામીન માટેની અરજી પણ પરત ખેચાઇ

રાજ્યમાં વ્યાજંકવાદ ચરમસીમાએ હોવાથી ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના ડીજીપી ની સુચનાથી રાજ્યભરમાં વ્યાજખોરો પર લગામ કસવાની શરુઆત થઈ ચૂકી છે ત્યારે મોરબીમાં મોરબીમાં યુવકના ગળે છરી રાખી પઠાણી ઉઘરાણી કરતા બે વ્યાજખોરો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો જેમાં આરોપીઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં કરેલી અરજી સામે તપાસનીશ અધિકારી દ્વારા કરાયેલ દલીલોને ધ્યાને રાખી અરજી પરત ખેચવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ગત તા.૧૯ ડિસેમ્બર ૨૦૨૨ નાં રોજ રવાપર રોડ પર નરસંગ મંદીર પાછળ મેઘાણીની વાડીમાં રહેતા નીતીનભાઇ ભગવાનજીભાઇ ડાભી નામના ૩૦ વર્ષીય યુવકે ફરિયાદ નોંધાવી હતી કે મોરબીના રવાપર ધુનડા રો ન્યુ એરા સ્કુલ સામે બુટાની વાડીમાં રહેતા વિમલભાઇ નટુભાઇ પરમાર તથા રવાપર ખાતે રહેતા ભોલુભાઇ જારીયા નામના બે ઈસમો પાસેથી અલગ અલગ સમયે વ્યાજે પૈસા લીધા હતા. જેના વ્યાજે લીધેલ પૈસાનુ ઉચું વ્યાજ ચુકતે કરી મુળ રકમ પરત આપેલ હોવા છતા આરોપીઓ નીતીનભાઇ ડાભી પાસેથી વધુ પૈસા પડાવવાના હેતુથી બળજબરી પુર્વક પઠાણી ઉઘરાણી કરતા હતા ત્યારે થોડા દિવસો અગાઉ આરોપીઓએ નીતિનભાઈ પાસે ધસી આવી ઢીકાપાટુ નો મારામારી ભોલુભાઇ જારીયા નામના આરોપીએ નીતીનભાઇને ગળાના ભાગે છરી રાખી મૃત્યુ નિપજાવવાનો ભય દેખાડી તેમજ પટાવડે મુંઢમાર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા જેને પગલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇપીસીકલમ-૩૮૭,૩૮૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦,૪૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ફરિયાદ નોધાઇ હતી જેમાં આરોપીઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી જો કે આ આગોતરા જામીન સામે એ ડિવિઝન પોલીસના ગુનાની તપાસ કરતા પીએસઆઈ કે.એચ.ભોચિયાએ પણ મચક આપી ન હતી અને આરોપીઓને કેમ આગોતરા જામીન આપવા ? તેની દલીલો કરી હતી સાથે સાથે પોલીસ તપાસ માં પણ અન્ય ગુનાઓ ખૂલે તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરી હતી અને આરોપીઓ પર ગાળિયો કસ્યો હતો જેના પગલે આરોપીઓના વકીલ દ્વારા આગોતરા જામીન કોર્ટ નામંજૂર કરે એ પહેલા જ પરત ખેચી લેવાઈ હતી જેથી હવે બન્ને આરોપીઓને પોલીસ સમક્ષ હાજર થવું ફરજીયાત બન્યું છે રાજ્યવ્યાપી વ્યાજખોરોની ચાલી રહેલી મુહિમ સામે એ ડિવિઝન પોલીસના તપાનીશ અધિકારી પીએસઆઈ કે.એચ. ભોચિયા દ્વારા કોઈ વ્યજખોરોને છોડવામાં નહિ આવે તેવો પણ આં આગોતરા જામીન અરજી દલીલો નાં આધારે પરત ખેંચાવી લાલ આંખ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!