મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં ડીવાયએસપી સમીર સારડા દ્વારા વૃધ્ધો અને મહિલાઓ માટે પોલીસ કર્મીઓને સૂચનાઓ અપાઈ હતી કે વૃદ્ધો, વિકલાંગ કે શારીરિક અશક્ત મતદારોની મદદ કરવામાં આવે. જેથી મોરબી જિલ્લા પોલીસ વડાએ સૂચના આપતા મોરબી પોલીસ સિનિયર સિટીઝનની વ્હારે આવી છે. અનેક જગ્યાએ વૃદ્ધો, વિકલાંગ કે શારીરિક અશક્ત મતદારોને મતદાન કરવા પોલીસે મદદ કરી છે…
મોરબી જિલ્લાના વાંકાનેર નગરપાલિકા, હળવદ નગરપાલિકાની તેમજ તાલુકાના પંચાયતની બે સિટો પર ચૂંટણી યોજાઈ રહી છે. જેને લઇને આજરોજ શાંતિ પૂર્વક મતદાન થઈ રહ્યું છે. મતદાનના તારીખની જાહેરાત થતા પોલીસ બંદોબસ્તની તેમજ તમામ રુટને પોલીસ મોબાઈલથી કવર કરી લેવામાં આવ્યા છે. મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની આગેવાનીમાં ડીવાયએસપી સમીર સારડા દ્વારા વૃધ્ધો અને મહિલાઓ આસાનીથી મતદાન કરી શકે તે માટે પોલીસ કર્મીઓને સૂચનાઓ આપી હતી કે વૃદ્ધો, વિકલાંગ કે શારીરિક અશક્ત મતદારોની મદદ કરવામાં આવે તેવી મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી મોરબી પોલીસ સિનિયર સિટીઝનની વ્હારે આવી છે. પોલીસ દ્વારા વૃદ્ધ મતદારોને મતદાન કરાવવામાં આવી રહ્યું છે.