Saturday, September 21, 2024
HomeGujaratમોરબી:બુલેટ ચાલકે ટ્રાફિક પોલીસને હડફેટે લેતા પોલીસ જવાન રાજકોટ સારવારમાં

મોરબી:બુલેટ ચાલકે ટ્રાફિક પોલીસને હડફેટે લેતા પોલીસ જવાન રાજકોટ સારવારમાં

નંબર પ્લેટ વગરનું બુલેટ લઈ નીકળેલ ઇસમને રોકવા ઇશારો કરતા પોલીસ જવાન સાથે બુલેટ અથડાવ્યું

- Advertisement -
- Advertisement -

મોરબીમાં પાડાપૂલ નીચે બેઠાપુલ પાસે રવિવારી માર્કેટમાં ટ્રાફિક નિયમનની કામગીરી અંતર્ગત ટ્રાફિક પોલીસ ટીમ સ્થળ ઉપર હાજર હોય ત્યારે નંબર પ્લેટ વગર પુરપાટ ઝડપે આવતા બુલેટને રોકવા ઇશારો કરતા બુલેટ ચાલકે ટ્રાફિક પોલીસકર્મી સાથે બુલેટ અથડાવી ફરજમાં રૂકાવટ કરી પોલીસ જવાનને નીચે પછાડી દેતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડયા બાદ વધુ સારવારમાં રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. ત્યારે હાલ આરોપી બુલેટ ચાલક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ રૂકાવટ તથા એમવી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કામગીરી કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર મોરબી સીટી ટ્રાફિક શાખામાં ટોઇંગ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ મોહનભાઇ ગઢવીએ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી નંબર પ્લેટ વગરના બુલેટ ચાલક જુબેરભાઈ સરતાજભાઈ શેખ રહે.મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલ તા.૦૮/૦૯ના રોજ બેઠાપુલ નજીક રવિવારી બજાર ભરાતી હોય જેથી ત્યાં ટ્રાફિક ટીમ સાથે ટ્રાફિકની કામગીરીમાં હોય તે દરમિયાન મણીમંદિર તરફથી નંબર પ્લેટ વગરનું બુલેટ પુરપાટ ગતિએ આવતું હોય જેથી હેડ કોન્સે. લાભુભાઈ બાલાસરાએ ફરજના ભાગરૂપે બુલેટ ઉભું રાખવા દૂરથી હાથનો ઇશારો કરેલ પરંતુ બુલેટ ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં આવી લાભુભાઈ સાથે અથડાવ્યું હતું. જેથી તેઓ નીચે રોડ ઉપર પટકાયા હતા. સાથે બુલેટ પણ પડી જતા બુલેટ ચાલકને પણ હાથમાં ઇજાઓ થઈ હતી. ત્યારે હેડ કોન્સે.લાભુભાઈને અબે બુલેટ ચાલકને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવતા જ્યાં લાભુભાઈને માથામાં ગંભીર ઇજાને કારણે વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. હાલ બી ડિવિઝન પોલીસે બુલેટ ચાલક આરોપી જુબેરભાઈ સરતાજભાઈ શેખ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!