લોકો નિયમોનું ઉલ્લંઘન કરે છે જેથી પોલીસને ના છૂટકે કાર્યવાહી કરવી પડે છે આજદિન સુધી પોલીસે પણ ની શુલ્ક પણે માસ્ક વિતરણ કર્યા છે છતાં લોકો પોતાની જવાબદારી સમજતા નથી લોકો તેના પરિવાર ની ચીંતા કરવી જ જોઈએ અને માસ્ક પહેરવું જોઈએ : ડીવાયએસપી રાધિકા ભારાઈ
મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ એ જણાવ્યું હતું કે મોરબીમાં લોકો સાવચેતી રાખી નથી રહ્યા જેના કારણે લોકોના આરોગ્યની જવાબદારીનું ધ્યાન પોલીસ રાખી રહી છે જો કે પોલીસે 50 હજાર માસ્ક વહેંચી અને લોકોને પ્રેમથી સમજાવવા નો પ્રયત્ન કર્યો હતો અને કોરોના ના લીધે સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ પાલન કરવા માહિતી પણ આપી હતી આમ છતાં મોરબીના લોકો ન સમજતા અંતે મોરબી પોલીસે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસે ગયા મહિનામાં જ લાખો રૂપિયા નો દંડ લોકો પાસેથી વસુલ કર્યો હતો જેમાં ફક્ત ઓગષ્ટ મહિનામા જ પોલીસે માસ્ક વિનાના ૨૩૩૧૭ લોકોને ૬૫ લાખ ૮૦ હજારનો દંડ ફટકાર્યો છે
જયારે ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહન ચાલકોને ૧૦ લાખ રૂપિયાનો દંડ કર્યો છે જ્યારે ૧૭૦ થી વધુ વાહનો ડિટેન કર્યા છે ત્યારે પોલીસે લોકોને માસ્ક પહેરવા અને કાયદાનું પાલન કરવા અપીલ કરી છે જો કે આ કામગીરી હજુ પણ ચાલુ જ છે ત્યારે છેલ્લા ચાર દિવસથી હેલ્મેટ ના કાયદાના અનુસંધાને પણ લોકો પાસેથી દંડ વસુલાત કરવાની કામગીરી ચાલી રહી છે જો કે મોરબી ડીવાયએસપી રાધિકા ભારાઈ દ્વારા પણ મોરબી વાસીઓ માસ્ક પહેરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે જે લોકોના હિતમાં છે અને પોલીસને પણ લોકોને દંડ ફટકારવો એ યોગ્ય નથી લાગતું પરંતુ ના છૂટકે લોકો નિયમ ભંગ કરે છે જેથી પોલીસને પણ ના છૂટકે દંડનીય કાર્યવાહી કરવી ફરજીયાત બની જાય છે જે મોરબી વાસીઓ માટે શરમજનક બાબત છે.