Sunday, December 22, 2024
HomeGujaratમોરબીના નીચી માંડલ ગામે યુવાનને મરણતોલ માર મારી હત્યા કરનારા ઇસમોને ગણતરી...

મોરબીના નીચી માંડલ ગામે યુવાનને મરણતોલ માર મારી હત્યા કરનારા ઇસમોને ગણતરી કલાકોમાં ઝડપી પાડતી મોરબી પોલીસ

ટીક્કીસીંગ ચૈતન્યસીંગ નામનો યુવક નીચી માંડલ ગામની સીમ, મોરબી હળવદ રોડ પાર આવેલ બીસ્કોન સિરામીક કારખાનામાં જવા માંગતો હોય ત્યારે બીસ્કોન સીરામીકમાં સીક્યોરીટી તરીકે કામ કરતા મહેશભાઇ વશુનીયા સાથે યુવકનો ઝધડો થયેલ બાદ મહેશ વસુનીયાએ રાજેન્દ્ર ગુર્જર તથા તેની સાથે કામ કરતા ઇરફાન કુરેશીને બોલાવેલ બાદ આરોપીઓએ યુવકને હાથ વડે તથા લાકડી વડે શરીરે મુંઢમાર મારી ગંભીર ઇજા પહોચાડતા યુવકનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે રણજીતભાઇ પરવાસીયા મોલ (રહે હાલ સીમસ્ટોન સીરામીકના લેબર ક્વાર્ટરમાં, વઘાસીયા ટોલનાકાથી મોરબી તરફ, તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ ચીપતસ્તીઆ પોસ્ટ ભંજપુર થાના તાલુકા બારીપદા જી.મયુરભંજ (ઓરીસ્સા)) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવતા પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ દ્વારા આવા ગંભીર પ્રકારના શરીર સંબંધી ગુન્હા ડીટેક્ટ કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપીને સત્વરે પકડી પાડવા સુચના કરેલ હોય જેથી મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠી તથા ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાની સુચના તથા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તેમજ મોરબી એલ.સી.બી.ના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ ચાલુ હતી દરમ્યાન આરોપીઓ રાજેન્દ્ર બનેસિંહ પુલજી ગુર્જર (રહે.અમરપુરા (ખાકરા તેજા પંચાયત) તા.ખ્યાવા પોસ્ટ માલાવર, જી.રાજગઢ (એમ.પી.) હાલ-ગુર્જર હોટલ, આંદરણા ગામ પાસે, તા.જી.મોરબી), મહેશ ભુરાભાઇ લાલાભાઇ વસુનીયા (રહે.ભુરીઘાટી નવી ફળીયુ,(પાંચ પીપળા પંચાયત) તા પેટલાવદ પોસ્ટ બેકલદા, જી.જાંબુઆએમ.પી.) હાલ-બૌસકોન સીરામીક ફીકટરીમાં નીચીમાંડલ, પાસે, તા.જી.મોરબી) તથા અબરાર ઉર્ફે ઇરફાન સાઓ રઇશખાન કુરૈશી (રહે. કટવર સાહીપુર તા લાલગંજ થાણુ જેઠવારા પોસ્ટ-દલેપુર જી.પ્રતાપગઢ (યુ.પી.) હાલ- ગુર્જર હોટલ આંદરણા ગામ પાસે, તા.જી.મોરબી) મળી આવતા પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા આરોપીએ ગુન્હો કરેલ હોવાની કબુલાત આપતા હોય જેથી આરોપીઓની કોરોના ટેસ્ટ કરાવતા જે નેગેટીવ આવતા આરોપીઓને ગઈકાલે તા-૧૧/૦૭/૨૦૨૩ ના અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!