૯૦ નકલી વેબસાઇટ,ગુજરાત સહિત જમ્મુ કાશ્મીર,છતીસગઢ,બિહાર, રાજસ્થાન,મહારાષ્ટ્રમાં કનેક્શન ખુલ્યા
ગૃહમંત્રી હર્ષ સંઘવી ના આદેશ મુજબ સાયબર માફિયાઓને પકડી પાડવા માટે રેન્જ આઇજી અશોક કુમાર યાદવ અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ કે.કે. દરબાર ની ટીમને આંતરરાજ્ય સાયબર માફિયાઓને પકડવામાં સફળતા મળી છે.જેમાં મોરબીમાં ટાટા ઝુડિયો કંપનીની ફ્રેન્ચાઇઝી લેવાના બહાને ૨૮ લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ હતી.જેની તપાસમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે અને આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ થવા પામ્યો છે.મોરબી માં ટાટા ઝુડિયો કંપની ની ફ્રેન્ચાઈઝી આપવાના બહાને ૨૮ લાખની છેતરપિંડી થયાની મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે અંગે તપાસ હાથ ધરી પોલીસે તે વેબસાઇટ અને ડોમેન ને ટ્રેક કરતા આ ડોમેન ના પીછો કરતા પોલીસે બિહાર,છાતીસગઢ જેવા રાજ્યોમાં પહોંચી હતી .
કઈ રીતે પકડાયો આરોપી?
પોલીસને મળી હતી કે આ કેસનો માસ્ટર માઇન્ડ આરોપી રીતુ આનંદ પરમેશ્વર સિંઘ(મૂળ.રહે.ઝારખંડ)છતીસગઢના ભીલાઇ શહેરમાં છે.જેથી પોલીસે ત્યાં પહોંચી હતી પરંતુ મકાનમાં આરોપીની હાજરી મુદે પોલીસ અસમંજસ માં હતી ત્યારે પોલીસ સત્તત વોચ માં હતી તે દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી દરરોજ એક લોન્ડ્રી વાળા ને કપડા ધોવા અને ઈસ્ત્રી કરવા માટે આપે છે તેથી પોલીસે લોન્ડ્રી વાળા બની ને આરોપીના ઘરે ગયા હતા અને જેવો આરોપીએ દરવાજો ખોલ્યો તે તુરંત આરોપી નું નામ કન્ફર્મ કરી તેને દબોચી લેવામાં આવ્યો હતો.
આરોપીઓ એ કેટલી અને કેવા પ્રકારની વેબસાઇટ બનાવી?
આરોપી IT એન્જિનિયર છે અને તે વેબ ડેવલપર નુ કામ કરે છે અને આ પ્રકારની તેને ૯૦ જેટલી વેબસાઇટ બનાવી હોવાનું હાલ ધ્યાનમાં આવ્યું છે જેમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના,પ્રધાનમંત્રી લોન યોજના, જન ઔષધિ યોજના,સીએનજી પંપ મેળવવા માટેની,તેમજ કૃષિ સોલાર પંપ મેળવવા સહિત ની સરકારી યોજના ને ભળતી વેબસાઇટ બનાવી હતી સાથે જ આરોપી દ્વારા વિવિધ કંપનીઓ ની પણ નકલી વેબ બનાવી હતી અને IPL ની પણ નકલી વેબસાઇટ બનાવી હતી.આ તમામ વેબસાઇટ ને ગુગલ એડ માં મૂકવામાં આવતી હતી જેથી કોઈ વ્યક્તિ માહિતી માટે વેબસાઇટ સર્ચ કરે તો આ નકલી વેબસાઇટ સૌ પ્રથમ દેખાય અને કોઈ વ્યક્તિ આ વેબસાઇટ પર ક્લિક કરે બાદમાં તેમાં જરૂરી માહિતીઓ ભરે અને આ રીતે લોકોને ભોગ બનાવવામાં આવતા હતા.
કઈ રીતે બનાવતો હતો વેબસાઇટ?
આરોપી IT એન્જિનિયર છે અને વેબસાઇટ બનાવવાનું કામ સારી રીતે જાણે છે સાથે આરોપી પાસેથી હેકિંગ ની જાણકારી આપતી બુક પણ મળી આવી છે.
કઈ કઈ વસ્તુઓ કબ્જે લેવાઈ?
આરોપી પાસેથી બે લેપટોપ,આઠ સીમકાર્ડ ,બે મોબાઈલ ચૂંટણી કાર્ડ પાનકાર્ડ,ચાર પાસબુક કબ્જે કરવામાં આવી છે.આ સાથે જ આરોપીની પ્રાથમિક પૂછપરછ માં ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર ના ત્રણ ગુના નો ભેદ ઉકેલાયો છે જે ત્રણ ગુનામાં આરોપીઓએ ૧.૧૫ કરોડનું સાયબર ફ્રોડ આચર્યું હતું.
હાલ પોલીસે આ મામલે રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે અને પૂછપરછમાં હજુ પણ અન્ય રાજ્યોના ગુનાનો ભેદ ઉકેલાઈ શકે છે અને હજુ વધુ લોકોની સંડોવણી સામે આવી શકે છે.
આ કામગીરીમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ કે.કે.દરબાર, એએસઆઈ જયપાલસિંહ ઝાલા,હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ જાડેજા,કોન્સ્ટેબલ મનોજભાઈ લકુમ છાતીસગઢ તપાસ અર્થે ગયા હતા અને સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા તમામ ડેટા અને માહિતી ને એકત્રિત કરી ખૂબ પડકારજનક તપાસ હાથ ધરી અને આરોપી સુધી પહોંચ્યા હતા.