Monday, December 23, 2024
HomeGujaratમોરબી પોલીસે દારૂના ગુનામાં ધરપકડ કરેલા આરોપી પોલીસકર્મીના બે દિવસના રિમાન્ડ મંજુર...

મોરબી પોલીસે દારૂના ગુનામાં ધરપકડ કરેલા આરોપી પોલીસકર્મીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા : પોલીસે ક્રેટા કાર કબ્જે કરી

મોરબી બી ડીવીઝન પોલીસે પોલીસકર્મી રાજેન્દ્ર ઉર્ફે રાજભા ઝાલાની વાડીએથી પકડેલાં દારૂના ગુનામાં ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા.

- Advertisement -
- Advertisement -

બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોંઢિયા એ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજભા બાલુભા ઝાલા ના આવતીકાલ સાંજ સુધીના પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ કરતા બી પોલીસે આરોપી દારુ ક્યાંથી લાવ્યો હતો એની તપાસ કરી હતી જો કે પ્રાથમિક તપાસમાં દારૂ રાજસ્થાન ના સંચોરથી પોતાની ક્રેટા કારમાં લાવ્યો હોવાનું ખુલ્યું હતું ત્યારે પોલીસે આરોપી રાજેન્દ્ર ની કાળા કલરની ક્રેટા કાર ન.જીજે 36 L 5225 કબ્જે લીધી છે આ ગુનાની વધુ તપાસ બી ડીવીઝન પીઆઈ ઈમ્તિયાઝ કોંઢિયાએ હાથ ધરી છે ત્યારે આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજભા ઝાલાએ ફોરેસ્ટના સરકારી કવાર્ટર વાળા મકાનમાં ગેરકાયદેસર રીતે રહી અને વૈભવી ફાર્મ હાઉસ બનાવી લાખોના વહીવટ કર્યા હોવાની પણ ચર્ચાઓ જોરશોરથી છે તો બીજી બાજુ એસીબી ની પણ એક ઇન્કવાયરી આરોપી વિરુદ્ધ ચાલી રહી છે એટલું જ નહીં એક દસકા પૂર્વે પોતાની પત્નીને મરવા માટે મજબુર કરવાના ગુનામાં પણ જેલની સજા ભોગવી ચુક્યો છે ત્યારે આરોપી છેલ્લા છ વર્ષથી એક જ જગ્યાએ નવલખી ખાતે પોલીસમાં ફરજ બજાવી રહ્યો હતો જેને લઈને પણ અસમંજસ સર્જાઈ છે હાલ પોલીસે ઝીણવટ ભરી તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!