થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ આ વર્ષે મોરબી પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રોડ મેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે. પોલીસની જુદી જુદી ટીમ રસ્તાઓ પર ઉતરી દારૂના નશામાં ફરતા શખ્સોને પકડી કાયદાનું ભાન કરાવશે.તેમજ વિવિધ હોટેલ, ગેસ્ટ હાઉસમાં પણ ચેકીંગ હાથ ધરવામા આવ્યું છે સાથે જ વાહન ચેકીંગ પણ કરવામાં આવ્યું છે.
31stને લઇને મોરબી પોલીસ એક્શનમાં આવી છે. અને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયું છે. જેમાં તેઓ દ્વારા વિવિધ હોટેલ, ગેસ્ટ હાઉસમાં ચેકીંગ કરાયુ હતું અને ગેસ્ટ રજીસ્ટર, CCTV લગાવેલા છે કે નહિ, રોકાયેલા ગેસ્ટના ઓળખકાર્ડ અને સામાન તપાસવામાં આવ્યા હતા.
તેમજ જો કોઈ હોટેલ કે ગેસ્ટ હાઉસ દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે તો તેઓને દંડ ફટકારાવા સહિતની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ રાત્રીના સમયે મોરબીના વિવિધ પોઇન્ટ પર વાહન ચેકીંગ કરવામાં આવ્યું હતું અને બ્રેથ એનેલાઈઝર દ્વારા પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.