મોરબીના પોલીસ લાઈન કુમાર તાલુકા શાળા દ્વારા બેગલેસ ડે અંતર્ગત પોલીસ લાઈન પ્રીમિયર ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર બોક્સ ક્રિકેટ વાવડી ખાતે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓની કુલ ચાર ટીમો બનાવી ક્રિકેટ મેચ રમાડવામાં આવી હતી. જેમાં ફાઈનલ મેચ જીતનાર તેમજ મેન ઓફ મેચ અને મેન ઓફ ધ સિરીઝને પ્લેયરને ઈનામ આપી સન્માનિત કરાયા હતા…
મોરબીની પોલીસ લાઇન કુમાર તાલુકા શાળા દ્વારા બેગલેસ ડે અંતગર્ત ક્રિકેટ બોક્સનું આયોજન કરાયું હતું. જેમાં ચાર ટીમો એ ભાગ લીધો હતો. જેમાં ટાઈગર ઈલેવનના કોચ તરીકે દેવાયતભાઈ ગરચર, લાયન ઈલેવનના કોચ તરીકે રાકેશભાઈ રાઠોડ, પેન્થર ઇલેવનના કોચ તરીકે વિરેનભાઈ સદાતીયા અને ડોલ્ફિન ઈલેવનના કોચ તરીકે પ્રજ્ઞેશભાઈ આદ્રોજા હતા. પાટીદાર બોક્સ ક્રિકેટમાં પ્રથમ રાઉન્ડમાં કુલ 6 મેચ રમાડવામાં આવ્યા હતા. જેમાંથી બે ટીમ ટાઈગર ઇલેવન અને લાયન ઇલેવન ફાઈનલમાં પહોંચી હતી. જે ફાઈનલ મેચમાં ટાઈગર ઇલેવન 10 રનથી મેચ જીતી હતી. જેમાં મેન ઓફ ધ મેચ અરમાનને વિરેનભાઈ દ્વારા, મેન ઓફ ધ સિરીઝ રેહાનને દેવાયતભાઈ દ્વારા તેમજ રનર્સ અપ ટીમને પ્રજ્ઞેશભાઈ દ્વારા અને વિજેતા ટીમને પોલીસ લાઈન કુમાર શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડ દ્વારા ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.